Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દીપ ० भावनिक्षेप एव एवम्भूतनयसम्मत: 0
८०५ तदुक्तं प्रमाणनयतत्त्वालोकेऽपि “शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाऽऽविष्टमर्थं वाच्यत्वेनाऽभ्युपगच्छन्ने-प वम्भूतः” (प्र.न.त.७/४०)। “यथेन्दनमनुभवन्निन्द्रः, शकनक्रियापरिणतः शक्रः, पूरणप्रवृत्तः पुरन्दरः इत्युच्यते” या (प्र.न.त.७/४१) इति । “अयं हि भावनिक्षेपादिविशेषणोपेतं व्युत्पत्त्यर्थाविष्टमेवार्थमिच्छति, जलाहरणादिचेष्टाવન્ત ઘનિવ” (થા./૩/૦૨૨, યુ.પૂ.ર૧૮) રૂતિ થાનાવૃત્તિવાર: “શપ્રવૃત્તિનિમિત્તભૂતક્રિયાપુણ્ય अर्थस्य तच्छब्दवाच्यत्वेन प्ररूपक एवम्भूतः” (प्र.मी.२/२/९) इति प्रमाणमीमांसाकृतः । “क्रियाश्रयेण भेदप्ररूपणम् श અવમૂત?(ચા.મ..૩) રૂતિ યાદવમાષRTI
एवम्भूतनयो हि समभिरूढनयमेवं शिक्षयति - 'हे समभिरूढनयवादिन् ! यदि शब्दभेदात् र्णि तवाऽर्थभेदप्रतिपत्तिः तर्हि कुतो न क्रियाभेदात् तथा। ततश्च यां यां क्रियां यो जीवः कुरुते का શબ્દથી વાચ્ય એવી ક્રિયાથી યુક્ત હોય તે જ વસ્તુને તે તે શબ્દના વાચ્યાર્થરૂપે સત્ માનવી જોઈએ. (શબ્દપ્રતિપાદ્ય ક્રિયાથી રહિત વસ્તુને તે શબ્દના વાચ્યાર્થરૂપે સત્ ન કહી શકાય. ભિખારીને રાજારૂપે સત્ ન કહેવાય.)
A એવંભૂતનું મંતવ્ય છે (તકુ.) આ બાબતને જણાવતા પ્રમાણનયતત્ત્વાલકાલંકાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે “શબ્દની પ્રવૃત્તિનિમિત્તભૂત ક્રિયાથી યુક્ત એવા અર્થને જ તે શબ્દના વાચ્યાર્થરૂપે સ્વીકારનાર નય એવંભૂત કહેવાય છે. જેમ કે ઈન્દન ક્રિયાનો અનુભવ કરતો હોય તેને ઈન્દ્ર કહેવાય. શકન ક્રિયામાં પરિણત થયેલો હોય તેને શક્ર કહેવાય. પુર નામના દૈત્યનો નાશ કરવામાં પ્રવૃત્ત થયેલો હોય તેને પુરંદર કહેવાય.” સ્થાનાંગસૂત્રવૃત્તિમાં પણ જણાવેલ છે કે “ભાવનિક્ષેપ વગેરે વિશેષણથી યુક્ત હોય તેવા વ્યુત્પત્તિઅર્થયુક્ત એવા જ પદાર્થને એવંભૂતનય સ્વીકારે છે. જેમ કે જલાહરણ આદિ પ્રવૃત્તિવાળા કંબુગ્રીવાદિમાન પદાર્થને જ ઘડો કહેવાય.” પ્રમાણમીમાંસાકાર શ્રી હેમચંદ્રસૂરિજી કહે છે કે “શબ્દની પ્રવૃત્તિ થવામાં નિમિત્ત સ બનનારી ક્રિયાથી યુક્ત હોય એવા જ પદાર્થને તે શબ્દના વાટ્યરૂપે દર્શાવે છે એવંભૂતનય.” સ્યાદ્વાદભાષાકાર શ્રી શુભચંદ્રજી કહે છે કે “ક્રિયાને આશ્રયીને અર્થભેદની પ્રરૂપણા કરે તે એવંભૂતનય.”
[ સ્પષ્ટતા - “જે વસ્તુમાં જે પ્રકારની ક્રિયા વિદ્યમાન હોય તે ક્રિયાને દર્શાવનાર શબ્દનો તે વસ્તુમાં પ્રયોગ કરવો' - એવું એવંભૂતનયનું મંતવ્ય છે. રસોઈ કરતો હોય તેને રસોઈયો કહેવો વ્યાજબી છે. જો કેમ કે ત્યારે તે વ્યક્તિ “રસોઈઓ’ શબ્દનો ભાવનિક્ષેપ છે. પૈસા ખર્ચીને જે માણસને રસોઈ કરવા માટે લાવવામાં આવે તે જો રસોઈ ન કરે તો તેને રસોઈયા તરીકે માનવાનો અર્થ શું ? આ પ્રમાણે એવંભૂતનયનું તાત્પર્ય છે. તેથી રસોઈ ન કરે તેને રસોઈઓ કહેવા તે તૈયાર નથી.
- એવંભૂતનય : દિગંબરમતની દ્રષ્ટિમાં (a.) એવંભૂતનય પ્રસ્તુતમાં સમભિરૂઢનયને આ પ્રમાણે હિત શિક્ષા આપે છે કે “હે સમભિરૂઢનયવાદી ! જો શબ્દના ભેદથી અર્થનો ભેદ તમે માનતા હો, તો ક્રિયાભેદથી અર્થનો ભેદ શા માટે તમે નથી સ્વીકારતા?' મતલબ કે “શબ્દભેદથી જેમ વસ્તુ બદલાઈ જાય છે, તેમ ક્રિયાભેદથી પણ વસ્તુ બદલાઈ જાય છે' - તેવું માનવું વ્યાજબી છે. તેથી “જે જીવ જે જે ક્રિયાને કરે છે તે ક્રિયાનું પ્રતિપાદન કરનારા