Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• आत्मकेन्द्रितविचारधारा अभ्यसनीया 0
७८९ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'साम्प्रतकालीन-स्वकीयमेकं वस्तु एव परमार्थसत्, स्वकार्य करणादि'त्यभिप्रायवान् ऋजुसूत्रनय एवमुपदिशति - सत्यामपि आराधनाशक्तौ वर्तमानकाले आराधनामकृत्वा प अन्यसकाशे अतीतकालीनस्वीयाराधनाविकत्थने अनागतभवकालीनदीक्षाग्रहणादिभावनाप्रकाशने शुष्क-मा भावतः परकीयाऽऽराधनाप्रशंसने वा नाऽऽध्यात्मिकद्रारिद्र्यविगमसम्भवः, अतीताऽनागत-परकीया- . राधनायाः साम्प्रतं स्वकार्याऽकरणेन असत्त्वात् । न ह्यतीतानागतपरकीयाराधनातः स्वकीयमोक्षः सम्भवति, अन्यथा इदानीम् अतीताऽनागत-तीर्थङ्कराधाराधनातोऽस्मदीयापवर्गापत्तेः। अतोऽतीता-श ऽनागतकालीनाराधनाविचारावर्ते न निमज्जनीयम् किन्तु साम्प्रतकाले स्वशक्तिम् अनिगृह्य स्वभूमि- के कोचितयोगसाधनायां निमज्जनीयम् । एवं परकेन्द्रितविचारधारामपहाय साम्प्रतकालीनस्वकेन्द्रितमीमांसा-णि पद्धतिरभ्युपगन्तव्या, यतः साम्प्रतं स्वकीयमेव परमार्थसत् । एतादृशः ऋजुसूत्रोपदेशः समादरणीयः ... समाचरणीयश्चाऽऽत्मार्थिभिः। ततश्च ऋजुसूत्रनयसम्मता विशुद्धज्ञान-सुखादिपरम्परालक्षणा मुक्तिः द्वात्रिंशिकाप्रकरणोक्ता (द्वा.प्र.३१/१९) नयलतायां च विवेचिता प्रत्यासन्ना स्यादित्यवधेयम् ।।६/१३ ।।
છે જુસૂત્રનયનો આધ્યાત્મિક ઉપયોગ છે આધ્યાત્મિક ઉપનય :- ‘વર્તમાનકાલીન સ્વકીય વસ્તુ જ કાયદેસર રીતે પોતાનું કાર્ય કરવાથી વાસ્તવિક છે' - આવી ઋજુસૂત્રનયની વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે વિચારવી કે વર્તમાનકાળમાં તપ-ત્યાગ-સ્વાધ્યાય-સેવા કરવાની પુષ્કળ શક્તિ હોવા છતાં ઉત્સાહપૂર્વક સાધના કરવાના બદલે કેવળ પોતાની ભૂતકાળની સાધનાની બડાઈ હાંકવામાં આવે અથવા “આવતા ભવમાં દીક્ષા લઈશ” - તેવી લખી ભાવના વ્યક્ત કરવામાં આવે કે બીજાની આરાધનાની ફક્ત હોઠથી પ્રશંસા કરવામાં આવે તો એ તેનાથી આત્માની આધ્યાત્મિક દરિદ્રતા રવાના થઈ શકતી નથી. કેમ કે અતીત, અનાગત અને પરકીય સાધના વર્તમાનકાળે આપણું કામ ન કરવાથી અસત્ છે. અસત્ એવી અતીત-અનાગત-પરકીય સાધનાથી CT આપણો મોક્ષ કેવી રીતે થઈ શકે? અન્યથા અતીત સાધનાથી, અનાગત સાધનાથી કે તીર્થકર ભગવંતોની ( પરકીય) સાધનાથી પણ હમણાં જ આપણો મોક્ષ થઈ જાય. તેથી ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં ખોવાઈ જવાને બદલે વર્તમાનકાળમાં શક્તિ છૂપાવ્યા વિના સ્વભૂમિકાને યોગ્ય સાધનામાં ગળાડૂબ રહેવું. તથા પરલક્ષી વિચારધારાને ખસેડી આત્મલક્ષી વિચારધારાને અપનાવવી. આ જ વસ્તુ પરમાર્થ સત્ છે. ઋજુસૂત્રનયનો આ ઉપદેશ આદરવા લાયક અને અપનાવવા લાયક છે. તેનાથી ઋજુસૂત્રનયસંમત મુક્તિ નજીક આવે. ઋજુસૂત્રનયમતે વિશુદ્ધ જ્ઞાન-સુખ વગેરે પર્યાયોની પરંપરા = પ્રવાહ એ જ મોક્ષ છે. આ વાત ધાત્રિશિકા પ્રકરણમાં મહોપાધ્યાયજીએ દર્શાવેલ છે. તથા તેની નલતા વ્યાખ્યામાં અમે તેનું વિવેચન પણ કરેલ છે. (૬/૧૩)