Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬/૨૪
० समभिरूढस्य संज्ञान्तरविमुखत्वम् ०
७९७ સમભિરૂઢનય ઇમ કહઈ જે “ભિન્ન શબ્દ ભિન્નાર્થક જ હોઈ.”
अष्टममाह - समभिरूढसंज्ञको नयः तु शब्दवृत्तिलिङ्ग-वचनादिभेदे इव शब्दभेदे सत्यपि प अर्थभेदम् एव मन्यते, संज्ञान्तरवैमुख्येन तत्तच्छब्दवाच्यार्थविशेषसमभिरोहणात् । “तु विशेषेऽवधारणे” ... (अ.स.परिशिष्ट-१३) इति पूर्वोक्त(१/३ + ६/१०)रीत्या अनेकार्थसङ्ग्रहानुसारेण तुः शब्दनयाऽपेक्षया । विशेषद्योतनार्थम् । तदुक्तं विशेषावश्यकभाष्ये '“जं जं सण्णं भासइ तं तं चिय समभिरोहए जम्हा । सण्णंतरविमुहो तओ तओ समभिरूढो त्ति ।।” (वि.आ.भा.२२३६) इति। तदुक्तं प्रमाणनयतत्त्वालोके श “पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन समभिरूढः (प्र.न.त.७/३६)। इन्दनादिन्द्रः, शकनाच्छक्रः, - पूर्दारणात् पुरन्दर इत्यादिषु यथा” (प्र.न.त.७/३७) इति । ततश्च शब्दनयमते कलत्र-पत्नीप्रमुखशब्दानामिव । इन्द्र-शक्र-पुरन्दरादिशब्दानामपि वाच्यार्थी भिन्न एवैतन्मते।
तदुक्तं स्थानाङ्गसूत्रवृत्तौ “वाचकं वाचकं प्रति वाच्यभेदं समभिरोहति आश्रयति यः स समभिरूढः। का સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજી ફરમાવે છે.
ગ્ર સમભિરૂટનચનું પ્રકાશન (કષ્ટ.) ગ્રંથકારશ્રી સમભિરૂઢનયનું પ્રતિપાદન કરે છે. દિગંબર સંપ્રદાય મુજબ સમભિરૂઢનય આઠમો છે. જેમ શબ્દનય શબ્દના લિંગ, વચન વગેરે બદલાઈ જાય તો અર્થભેદ માને છે, તેમ શબ્દ બદલાઈ જાય તો પણ સમભિરૂઢનય અર્થને જુદો જ માને છે. કારણ કે એક અર્થની એક જ સંજ્ઞા સમભિરૂઢનય સ્વીકારે છે. એક જ અર્થની બીજી સંજ્ઞા (= પર્યાય શબ્દ) સ્વીકારવા માટે સમભિરૂઢ તૈયાર નથી. આ રીતે પર્યાયશબ્દથી પરામુખ થઈને તે તે શબ્દના વિશેષ પ્રકારના વાચ્યાર્થમાં સમ્યફ રીતે (= સમ્) સામે ચાલીને (= મિ) આરૂઢ (= જ્જ) થવાથી સમભિરૂઢનય શબ્દભેદે અર્થભેદને માને છે. વિશેષ, અવધારણ વગેરે “તુ ના અર્થ અનેકાર્થસંગ્રહમાં જણાવેલ છે. પૂર્વે (૧/૩ + ૬/૧૦) જણાવેલ છે પ્રસ્તુત સંદર્ભ મુજબ શબ્દનય કરતાં સમભિરૂઢમાં વિશેષતા જણાવવા માટે “તું” મૂળ શ્લોકમાં જણાવેલ છે. આ વિશેષતાને દર્શાવતા વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “વક્તા જે જે શબ્દને બોલે તે તી, જ શબ્દ ઉપર જે નય અન્ય-પર્યાયશબ્દથી વિમુખ થઈને આરૂઢ થાય છે તે કારણે તે નય સમભિરૂઢ કહેવાય છે.” પ્રમાણનયતત્ત્વાલીકાલંકારમાં જણાવેલ છે કે “નિરુક્તિ = વ્યુત્પત્તિ બદલાઈ જવાથી પર્યાયશબ્દોના અર્થ બદલાય છે – તેવું સ્વીકારનાર નય સમભિરૂઢનય કહેવાય છે. જેમ કે ઈન્દ્ર, શુક્ર અને પુરંદર વગેરે શબ્દના અર્થ જુદા જ છે. ઐશ્વર્યના ભોગવટા સ્વરૂપ ઈદન ક્રિયાના લીધે ઈન્દ્ર કહેવાય. નવી-નવી શક્તિથી યુક્ત હોવાથી શક્ર કહેવાય. પુર નામના રાક્ષસને ફાડેલ હોવાથી પુરંદર કહેવાય છે. આ રીતે શબ્દની વ્યુત્પત્તિ બદલાઈ જવાથી પર્યાયવાચી શબ્દોના અર્થ બદલાય છે.” તેથી જેમ શબ્દનયના મતે કલત્ર, પત્ની વગેરે શબ્દના અર્થ જુદા જુદા હોય છે તેમ ઈન્દ્ર, શક્ર, પુરંદર વગેરે શબ્દના પણ અર્થ સમભિરૂઢનયના મતે ભિન્ન જ હોય છે.
(ત૬) સ્થાનાંગસૂત્રવૃત્તિમાં આ જ બાબતને સ્પષ્ટ કરતાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલ 1. यां यां संज्ञां भाषते तामेव समभिरोहति यस्मात्। संज्ञान्तरविमुखस्ततः सकः समभिरूढः ।।