Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७८६
• ऋजुसूत्रनये ध्रुवत्वमपि क्षणिकम् । प ध्रौव्यग्राहकत्वेऽपि द्विविधस्याऽपि ऋजुसूत्रस्य साम्प्रतपर्यायग्राहकत्वराद्धान्ताऽव्याकोपात् । द्रव्ये सध्रुवत्वपर्यायोऽपि सूक्ष्मणुसूत्रतः समयमात्रस्थितिकः सन्, स्थूलर्जुसूत्रतश्च ध्रुवत्वपर्यायसन्तानं - व्यावहारिकघटादिस्थितिकालं यावत् सदित्यप्यनयोः नययोः विशेषो द्रष्टव्यः।
इत्थञ्च 'जो एगसमयवट्टी गिण्हइ दव्वे धुवत्तपज्जायं। सो रिउसुत्तो सुहुमो सव् पि सदं जहा (?जम्हा) खणियं ।। “मणुजाइयपज्जाओ मणुसुत्ति सगट्ठिदीसु वटुंतो। जो भणइ तावकालं सो थूलो होइ क रिउसुत्तो।।” (न.च.३८-३९, द्र.स्व.प्र.२१०-२११) इति नयचक्र-द्रव्यस्वभावप्रकाशगाथेऽपि व्याख्याते, सूक्ष्म णि -स्थूलर्जुसूत्रनययोः क्रमेण क्षणिकार्थपर्यायलक्षणसन्तानि-दीर्घकालीनव्यञ्जनपर्यायलक्षणसन्तानगोचरत्व
# હજુસૂત્રમાં અસવિષયકત્વ આપત્તિનો પરિહાર # સમાધાન :- (બ્રોવ્ય.) ઉપરોક્ત આપત્તિને પ્રસ્તુતમાં અવકાશ નથી. કારણ કે સ્કૂલ-સૂક્ષ્મ બન્ને ય ઋજુસૂત્ર ધ્રૌવ્યને ગ્રહણ કરવા છતાં પણ વર્તમાનકાલીનસ્વરૂપે જ તેનો સ્વીકાર કરે છે. તેથી તેમાં વર્તમાનપર્યાયગ્રાહકત્વનો સિદ્ધાંત ભાંગી પડતો નથી. સૂક્ષ્મ ઋજુસૂત્રનયના મતે દ્રવ્યમાં રહેનાર ધૃવત્વ પર્યાય પણ ફક્ત વર્તમાનકાલીન એક સમયની સ્થિતિવાળો છે. અર્થાત્ ધ્રુવત્વ પર્યાય પણ ક્ષણભંગુર હોવાથી જ સત્ સ્વરૂપે સૂક્ષ્મ ઋજુસૂત્રનયને માન્ય છે. જ્યારે સ્થૂલ ઋજુસૂત્રનયની અપેક્ષાએ ઘટાદિમાં રહેનાર યુવત્વ પર્યાયની સંતતિ અમુક કાળ સુધી ચાલુ રહેશે. જ્યાં સુધી વ્યાવહારિક ઘટાદિ પદાર્થનું અસ્તિત્વ હોય ત્યાં સુધી તે ધૃવત્વ પર્યાયની સંતતિ ચાલુ રહેશે. તેથી તેની દષ્ટિએ વ્યાવહારિક ઘટાદિની સ્થિતિ જેટલો સમય રહે તેટલા સ્કૂલ વર્તમાનકાળ સુધી તે ધૃવત્વપર્યાયસંતાન સત્ છે. આ રીતે ધૃવત્વ
પર્યાયનો સ્વીકાર કરવા છતાં પણ બન્ને પ્રકારના ઋજુસૂત્રનય પોતાના સિદ્ધાન્તથી પરાક્ષુખ બનતા સ નથી. તથા ઋજુસૂત્રના વિષયમાં સતનું લક્ષણ જવાથી ઋજુસૂત્રનયને અસવિષયક માનવાની આપત્તિને
અવકાશ રહેતો નથી. તેમ જ સૂક્ષ્મ ઋજુસૂત્રનય અને સ્થૂલ ઋજુસૂત્રનય - આ બન્ને વચ્ચે ભેદ પણ 01 જળવાઈ રહે છે.
વ્યંજનપર્યાય - અર્થપર્યાયનો વિચાર - સ (ક્ષ્ય.) “દ્રવ્યમાં ધૃવત્વ પર્યાયને (પણ) જે નય એકસમયવર્તી તરીકે ગ્રહણ કરે છે, તે સૂક્ષ્મ
ઋજુસૂત્રનય જાણવો. જેમ કે (? કારણ કે, “બધું જ સત ક્ષણિક છે.' તથા પોતાની સ્થિતિ પર્યન્ત (= આયુષ્ય પર્યન્ત) રહેવાવાળા મનુષ્ય આદિ પર્યાયને તેટલા સમય સુધી, જે નય, મનુષ્યરૂપે ગ્રહણ કરે છે તે સ્થૂલ ઋજુસૂત્રનય બને છે” - આ પ્રમાણે નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જે બે ગાથા જણાવેલ છે તેની છણાવટ અમારા ઉપરોક્ત કથન દ્વારા થઈ જાય છે. કારણ કે “સૂક્ષ્મ ઋજુસૂત્રનય સંતાનિગોચર = ક્ષણિકપર્યાયવિષયક છે. ક્ષણિક પર્યાય અર્થપર્યાય કહેવાય છે. તથા સ્થૂલ ઋજુસૂત્રનય તો સંતાનગોચર = ક્ષણિકપર્યાયપ્રવાહવિષયક છે. ક્ષણિક એવા પર્યાયોનો દીર્ઘકાલીન પ્રવાહ વ્યંજનપર્યાય સ્વરૂપ છે' - આવું કહેવા દ્વારા “સૂક્ષ્મ ઋજુસૂત્રનય શુદ્ધ છે, જ્યારે સ્કૂલ ઋજુસૂત્રનય અશુદ્ધ છે' - આ પ્રમાણે પ્રતિપાદન કરવામાં તે બન્ને ગાથા તત્પર છે. હજુ આ વિષયમાં ઘણું વિચારી શકાય 1. य एकसमयवर्तिनं गृह्णाति द्रव्ये ध्रुवत्वपर्यायम्। स ऋजुसूत्रः सूक्ष्मः सर्वमपि सद् यथा (? यस्मात्) क्षणिकम् ।। 2. मनुजादिकपर्यायो मनुष्य इति स्वकस्थितिषु वर्तमानः। यो भणति तावत्कालं स स्थूलो भवति ऋजुसूत्रः ।।