Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬/૧૨
o आगमसारानुसारेण षड्विधव्यवहारविभजनम् ।
७७७
व्यवहारनयः
विभजनव्यवहार
प्रवृत्तिव्यवहारः
वस्तुप्रवृत्तिव्यवहारः साधनप्रवृत्तिव्यवहारः लौकिकप्रवृत्तिव्यवहारः लोकोत्तरसाधनप्रवृत्तिव्यवहारः लौकिकसाधनप्रवृत्तिव्यवहारः कुप्रावचनिकसाधनप्रवृत्तिव्यवहारः के
आगमसारे तु देवचन्द्रवाचकैः “(१) शुद्धव्यवहारः = निम्नतरगुणस्थानकत्यागेन उच्चतरगुणस्थानकाऽऽरोहणम्, यद्वा अभिन्नानामपि ज्ञान-दर्शन-चारित्रादिगुणानां लोकप्रतिपादनाय मिथो भिन्नत्वकथनम् । (२) अशुद्धव्यवहारः = उच्चतरगुणस्थानकाद् निम्नगुणस्थानकप्राप्तिः = राग-द्वेषाऽज्ञानादियोग-क्षेम-वृद्धिश्च । (૩) ગુમવ્યવહાર: = પુણેવન્થનની પ્રવૃત્તિઃા (૪) સમવ્યવહાર: પાપવિશ્વનના ક્રિયા | (૨) उपचरितव्यवहारः = निजात्मभिन्ने धन-गृह-कुटुम्बादौ पौद्गलिकपदार्थे अज्ञानवशतः ममत्वभावनम् । (६) अनुपचरितव्यवहारः = स्वात्माऽन्यत्वेऽपि क्षीर-नीरन्यायेन निजात्ममिलिते देह-कर्मादौ अज्ञानवशतः स्वत्वभावनम्" (સા.સા.પુ.૨૦) રૂત્યેવં પ્રજારાન્તરે પક્વો વ્યવહારો રામના સાધનામાર્ગમાં થતી પ્રવૃત્તિને કુબાવચનિક સાધનપ્રવૃત્તિ વ્યવહારનય તરીકે માનવી.
&9 અન્ય પ્રકારે છ વ્યવહાર (9 (જ્ઞાન) આગમસારમાં તો ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજી મહારાજે બીજા પ્રકારે વ્યવહારનયનું નીચે મુજબ છ ભેદથી વિભાજન કરેલ છે.
“(૧) શુદ્ધ વ્યવહાર :- નીચેના ગુણસ્થાનકને છોડીને ઉપરના ગુણસ્થાનક ઉપર ચઢવું તે શુદ્ધ વ્યવહાર. અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણો પરસ્પર અભિન્ન-એકરૂપ હોવા છતાં પણ લોકોને આ સમજાવવા માટે તેને પરસ્પર જુદા-જુદા કહેવા તે શુદ્ધ વ્યવહાર.
(૨) અશુદ્ધ વ્યવહાર :- ઉપરના ગુણસ્થાનકમાંથી નીચેના ગુણસ્થાનકે આવવું તે અશુદ્ધ વ્યવહાર. ઊંચી આત્મદશામાંથી નીચે આવી જવું તે અશુદ્ધ વ્યવહાર. તથા રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરેની પ્રાપ્તિ -રક્ષા-વૃદ્ધિ થાય તે અશુદ્ધ વ્યવહાર.
(૩) શુભ વ્યવહાર :- જે ક્રિયા કરવાથી પુણ્યનો બંધ થાય તે ક્રિયા એટલે શુભ વ્યવહાર. (૪) અશુભ વ્યવહાર :- જે ક્રિયા કરવાથી પાપકર્મ બંધાય તે ક્રિયા એટલે અશુભ વ્યવહાર.
(૫) ઉપચરિત વ્યવહાર :- ધન, ઘર, કુટુંબ વગેરે પૌગલિક પદાર્થો પોતાના આત્માથી જુદા છે. તેમ છતાં પણ અજ્ઞાનના લીધે જીવ તેમાં મમત્વને ધારણ કરે છે. તે ઉપચરિત વ્યવહાર સમજવો.
(૬) અનુપચરિત વ્યવહાર :- શરીર, કર્મ વગેરે વસ્તુઓ આપણા આત્માથી ભિન્ન છે. તેમ છતાં ક્ષીર-નીરન્યાયથી તે આત્માની સાથે મળેલ છે. તેથી તે શરીર વગેરેમાં જીવ અજ્ઞાનવશ “હું'પણાની બુદ્ધિ કરે છે. આ અનુપચરિત વ્યવહાર સમજવો.”