Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७७४ 0 सूत्रकृताङ्गवृत्तिसंवादः ।
૬/૧૨ प प्रकृते “व्यवहारनयस्य तु स्वरूपम् इदम् । तद् यथा - यथालोकग्राहम् एव वस्तु । यथा च शुष्कतार्किकैः - स्वाभिप्रायकृतलक्षणानुगतं तथाभूतं वस्तु न भवति एव । न हि प्रतिक्षणम् अर्थानाम् आत्मभेदो भवति। किं
तर्हि ? यथा यथा लोकेन विशिष्टभूयिष्ठतया अर्थक्रियाकारि वस्तु व्यवह्रियते तथैव वस्तु इति, + आगोपालाऽङ्गनादिप्रसिद्धत्वाद् वस्तुस्वरूपस्येति। अयम् अपि उत्पाद-व्यय-ध्रौव्ययुक्तस्य वस्तुनः अनभ्युपगमाद् श मिथ्यादृष्टिः, तथाविधरथ्यापुरुषवद्” (सू.कृ.श्रु.स्क.२/अ.७/सू.८१/पृ.४२६) इति सूत्रकृताङ्गसूत्रव्याख्यायां क श्रीशीलाङ्काचार्यवचनमपि भावनीयम् ।
લોકવ્યવહાર ચલાવવા માટે અસમર્થ છે. આથી જ વ્યવહારનયની આવશ્યકતા ઉભી થાય છે. વ્યવહારનય દ્વારા જ લોકવ્યવહાર ચાલી શકે છે. કારણ કે સંગ્રહનયના વિષયનું યથાવસ્થિત વિભજન = વિભાગ = ભેદ કરવાનું કાર્ય વ્યવહારનય કરે છે. જેમ કે જે સત્ હોય તે દ્રવ્ય હોય કે પર્યાય હોય. જે દ્રવ્ય હોય તે પણ જીવ કે અજીવ હોય. પરંતુ ફક્ત જીવ કે અજીવ કહેવાથી તમામ લોકવ્યવહાર ચાલી શકતા નથી. તેથી તેના પણ ત્રસ, સ્થાવર, દેવ, મનુષ્ય વગેરે તથા ઘટ, પટ વગેરે ભેદ કરવા જરૂરી બની જાય છે. આ રીતે પ્રસિદ્ધ લોકવ્યવહારના સમર્થન માટે પ્રસ્તુત વ્યવહારનય ત્યાં સુધી ભેદને = વિભાગને દર્શાવે છે કે જેનાથી આગળ ભેદ કે વિભાગ દર્શાવવો લોકવ્યવહારમાં ઉપયોગી ન હોય.
વ્યવહારનય વિશે શીલાંકાચાર્યમત (ઈ. (પ્ર.) પ્રસ્તુતમાં શ્રીશીલાંકાચાર્યજીએ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં વ્યવહારનય વિશે જણાવેલ છે કે છે, “વ્યવહારનયનું સ્વરૂપ આ પ્રમાણે છે. જે રીતે લોકો વસ્તુના સ્વરૂપને ગ્રહણ કરે છે તે મુજબ જ તે વસ્તુ હોય છે. પરંતુ જે રીતે શુષ્કતાર્કિક લોકોએ પોતાના અભિપ્રાયથી જે રીતે વસ્તુના લક્ષણો બનાવેલા
છે તેવા લક્ષણવાળી તેવી વસ્તુ નથી જ હોતી. જેમ કે બૌદ્ધ લોકો “પ્રતિક્ષણ વસ્તુનું સ્વરૂપ પૂર્ણપણે બદલાઈ જાય છે' - તેમ માને છે. પણ હકીક્ત તેવી નથી. “તો વસ્તુ કેવા પ્રકારની હોય છે ?” સાંભળો. જેવા કેવા પ્રકારે સામાન્ય લોકો વિશિષ્ટ આકારવાળી વસ્તુને ઘણા સમય સુધી રહેનારી માનીને ચોક્કસ પ્રકારના કાર્યને કરનારી વસ્તુને માને છે, તેવા પ્રકારનો વ્યવહાર કરે છે તે જ પ્રકારે વસ્તુ વિદ્યમાન હોય છે. ઘડો ખરીદી કરીને લાવ્યા પછી ૪/૬ મહિના સુધી ઘડા તરીકે ટકીને ઘડો જલધારણાદિ કાર્યને કરે છે - ઈત્યાદિરૂપે વસ્તુનું સ્વરૂપ નાના બાળક, ગોવાળ, સ્ત્રી વગેરે સ્વીકારે જ છે. તેથી ઘટાદિ વસ્તુ બીજી જ ક્ષણે સર્વથા નાશ પામી જવાની વાત વ્યાજબી નથી. આ પ્રમાણે વ્યહારનય માને છે. આ વ્યવહારનય પણ મિથ્યાષ્ટિ છે. કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત વસ્તુનો તે સ્વીકાર કરતો નથી. જેમ શેરીમાં ફરનારો મૂઢ માણસ સૂક્ષ્મબુદ્ધિગમ્ય વસ્તુસ્વરૂપનો સ્વીકાર ન કરવાથી મિથ્યાદષ્ટિ છે તેમ ફક્ત સ્થૂલ લોકવ્યવહારગ્રાહ્ય એવી જ વસ્તુને માનવાના લીધે આ વ્યવહારનય પણ મિથ્યાષ્ટિ છે.” શ્રીશીલાંકાચાર્યજીનું આ કથન વાચકવર્ગે વિચારવું.