Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७७२
• पूर्वापरविवक्षया सामान्य-विशेषात्मकता 0 2 “નીવાર સંસારિબE (= મવિIE = મવિના) સિદ્ધાશ્વ” એ વિશેષસંગ્રહભેદક વ્યવહાર (ભાખઈ). 1 ઈમ ઉત્તરોત્તરવિવક્ષાઇ સામાન્ય-વિશેષપણું ભાવવું ૬/૧ર. 7 -सिद्धत्वलक्षणविशेषधर्मार्पणया तदाश्रयौ विभिन्नतया गृहीत्वा ‘जीवाः द्विधा - संसारिणः सिद्धाश्चे'त्येवं ___ यो व्यवहारनयः प्रदर्शयति स विशेषसङ्ग्रहविषयभेदग्राही व्यवहारनयोऽवसेयः। स एवं संसारित्वव्याप्यस्थावरत्व-त्रसत्वपुरस्कारेण 'संसारिणो जीवा द्विधा - स्थावराः त्रसाश्च' म् इत्येवम्, पुनः स्थावरत्वव्याप्यपृथिवीकायत्व-जलकायत्व-वह्नित्व-वायुत्व-वनस्पतित्वलक्षणविशेषधर्मपुरर्श स्कारेण 'स्थावराः पञ्चधा - पृथिवी-जल-वह्नि-वायु-वनस्पतयः' इत्येवम्, त्रसत्वव्याप्यदेवत्व-मनुजत्व -तिर्यक्त्व-नारकत्वलक्षणविशेषधर्मपुरस्कारेण च 'त्रसाः चतुर्धा - देव-मनुज-तिर्यग्-नारकाः' इत्येवमुत्तरोत्तरं पूर्वापरविवक्षया सामान्य-विशेषात्मकतामालम्ब्य द्वितीयव्यवहारनयविषयो विचारणीयः । વિચાર કરીને જીવત્વવ્યાપ્ય સંસારિત્વ અને સિદ્ધત્વ નામના બે વિશેષગુણધર્મને સ્વીકારી તેની મુખ્યત્વરૂપે વિવક્ષા કરી સંસારિત્વ અને સિદ્ધત્વ ગુણધર્મના આશ્રયને જુદા સ્વરૂપે બીજો વ્યવહારનય માને છે. તથા આવું માનીને “જીવો બે પ્રકારના છે – સંસારી અને સિદ્ધ' - આ પ્રમાણે જે વ્યવહારનય જીવવિભાગ દેખાડે છે તે વિશેષસંગ્રહનયના વિષયને વિભિન્નરૂપે ગ્રહણ કરનાર બીજો વ્યવહારનય જાણવો.
જ સામાન્ય-વિશેષરૂપતા વિવફાવશઃ વ્યવહારનય 3 (d) આ રીતે ઉત્તરોત્તર વિશેષ ગુણધર્મોની વિવક્ષાથી પ્રસ્તુત વ્યવહારનયમાં સામાન્ય-વિશેષપણું વિચારવું. તે આ રીતે - સંસારી જીવના બે ભેદ પડે, ત્રસ અને સ્થાવર. કેમ કે સંસારિત્વવ્યાપ્ય
સ્થાવરત્વ અને ત્રસત્વ નામના બે ગુણધર્મો ઉપલબ્ધ થાય છે. તેથી તે બન્ને ધર્મને આગળ કરવાથી સંસારી જીવના ત્રસ અને સ્થાવર એવા બે ભેદ કરવા વ્યાજબી છે. વળી, સ્થાવરત્વવ્યાપ્ય પૃથ્વીકાયત્વ, 0 જલકાયત્વ, વહ્નિત્વ, વાયુત્વ અને વનસ્પતિત્વ સ્વરૂપ વિશેષગુણધર્મને આગળ કરવાથી સ્થાવર જીવના fa, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાય – આ પ્રમાણે પાંચ પ્રકારે વિભાગ પ્રાપ્ત થાય છે. તથા
ત્રસત્વવ્યાપ્ય દેવત્વ, મનુષ્યત્વ, તિર્યક્ત અને નારકત્વ સ્વરૂપ વિશેષગુણધર્મને આગળ કરવાથી દેવ, કે મનુષ્ય, તિર્યંચ અને નારક - એમ ચાર પ્રકારે ત્રસ જીવોનો વિભાગ પ્રાપ્ત થાય છે. આ રીતે ઉત્તરોત્તર આગળ-પાછળના વિભાગની અપેક્ષાએ સામાન્યરૂપતા અને વિશેષરૂપતા તે તે ગુણધર્મોમાં પ્રાપ્ત થાય છે. આવા સામાન્ય-વિશેષ ગુણધર્મનું આલંબન લઈ બીજા (અપર) વ્યવહારનયનો વિષય વિચારવો.
ક વ્યવહારનયમાં સામાન્ય-વિશેષરૂપતા સાપેક્ષ છે. સ્પષ્ટતા :- ‘દ્રવ્ય જીવાજીવસ્વરૂપે દ્વિવિધ છે' - આ વાક્ય સામાન્યસંગ્રહભેદક વ્યવહારનય છે. તથા “જીવ સંસારી અને મુક્ત” – આ વાક્ય વિશેષસંગ્રહભેદક વ્યવહારનય છે. પરંતુ સંસારી જીવના ત્રસ અને સ્થાવર રૂપે ભેદ પાડવામાં આવે તો જીવના સંસારી અને મુક્ત એવા ભેદને દર્શાવનાર વ્યવહાર પ્રથમ પ્રકારનો વ્યવહાર બની જાય અને ત્રણ-સ્થાવર ભેદ બતાવનાર વ્યવહાર બીજા પ્રકારનો વ્યવહાર બની જાય. આ રીતે અલગ અલગ અપેક્ષાએ વ્યવહારનય પ્રથમપણાને અને દ્વિતીયપણાને પામે છે.