Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७५८
• अपरसङ्ग्रहनयस्य व्यवहारत्वापत्तिनिवारणम् . प द्रव्यत्वापेक्षया जीवत्वस्य सामान्यरूपत्वाऽभावेऽपि नृ-नारकत्वाद्यपेक्षया सामान्यरूपतानतिक्रमात् । या अत एवास्याऽवान्तरसामान्यविषयत्वमुच्यते । अवान्तरसामान्यतया जीवत्वस्य विशेषरूपत्वेऽपि प्रकृते - सर्वेषां जीवानां जीवत्वेन रूपेण अन्वय एव अभिप्रेतः, न तु व्यावृत्तिः। अतो नात्र सङ्ग्रहत्वोच्छे- दापत्तिः न वा व्यवहारत्वप्रसक्तिरित्यवधेयम् ।
इदमेवाभिप्रेत्योक्तम् आलापपद्धतौ अपि “सङ्ग्रहो द्विविधः। सामान्यसङ्ग्रहः, यथा ‘सर्वाणि द्रव्याणि परस्परमविरोधीनि'। विशेषसङ्ग्रहः, यथा - सर्वे जीवाः परस्परमविरोधिनः” (आ.प.पृ.८) इति । इत्थञ्च णि नावान्तरसामान्यग्राहकत्वमात्रादेव विशेषसङ्ग्रहनये सङ्ग्रहत्वोच्छेदापत्तिः, अन्यथा ‘सर्वाणि द्रव्याणि का द्रव्यत्वेन रूपेण अविरोधीनि', इति वाक्येऽपि सङ्ग्रहत्वमुच्छिद्यते; सत्त्वापेक्षया तु द्रव्यत्वस्याप्य
કહી શકાય? વિશેષ ધર્મના પુરસ્કારથી વસ્તુનું ગ્રહણ કરવામાં તો સંગ્રહપણાનો ઉચ્છેદ થઈ જશે. કેમ કે વિશેષ ગુણધર્મ તો વ્યાવર્તક છે, સંગ્રાહક નહિ.
# વિશેષધર્મ પણ સંગ્રાહક જ સમાધાન :- (રા.) દ્રવ્યત્વની અપેક્ષાએ જીવત્વ ધર્મ સામાન્યરૂપ નથી, પરંતુ વિશેષસ્વરૂપ છે - આ તમારી વાત સાચી છે. તેમ છતાં મનુષ્યત્વ, નારકત્વ વગેરે અવાન્તરવિશેષ ગુણધર્મોની અપેક્ષાએ જીવત્વ ધર્મ સામાન્ય જ કહેવાય, વિશેષ ધર્મ નહિ. આમ દ્રવ્યત્વની અપેક્ષાએ જીવત્વમાં સામાન્યરૂપતા ન હોવા છતાં પણ મનુષ્યત્વ, નારકત્વ વગેરે વિશેષ ગુણધર્મોની અપેક્ષાએ તો જીવત્વમાં સામાન્યરૂપતા
અબાધિત જ રહે છે. તેથી જ પ્રસ્તુત બીજા સંગ્રહનયનો વિષય મહાસામાન્ય નહિ, પરંતુ અવાત્તરએ સામાન્ય કહેવાય છે. જીવત્વ ધર્મ અવાજોરસામાન્ય હોવાથી વિશેષરૂપ છે. તેમ છતાં પ્રસ્તુતમાં તમામ
જીવોનો જીવતરૂપે અન્વય = અનુગમ = સમન્વય = સંગ્રહ કરવો જ અભિપ્રેત છે. જીવોમાં પરસ્પર || વ્યાવૃત્તિ = વ્યવચ્છેદ = બાદબાકી = ભેદ કરવાનું અહીં અભિપ્રેત નથી. તેથી જ પ્રસ્તુત નયમાં
ન તો સંગ્રહપણાનો ઉચ્છેદ થવાની આપત્તિ નહિ આવી શકે કે ન તો પ્રસ્તુત વાક્ય વ્યવહારનયસ્વરૂપ બનવાની આપત્તિ આવી શકે. આ વાત ધ્યાનમાં રાખવી.
જ વ્યવચ્છેદ અભિપ્રાયસાપેક્ષ % (મેવા.) આવા અભિપ્રાયથી જ આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “સંગ્રહનયના બે પ્રકાર છે. (૧) સામાન્ય સંગ્રહનય, જેમ કે “સર્વ દ્રવ્યો પરસ્પર વિરોધરહિત છે' - આવું વચન. (૨) વિશેષ સંગ્રહનય, જેમ કે “સર્વ જીવો પરસ્પર વિરોધરહિત છે' - આવું વચન.” આમ દ્રવ્યત્વની જેમ જીવત્વ નામના અવાજોરસામાન્ય ધર્મની અપેક્ષાએ અન્વય કરવાની વાત અહીં અભિપ્રેત છે, નહિ કે વ્યવચ્છેદની વાત. તેથી દ્રવ્યત્વની અપેક્ષાએ જીવત્વ અવાન્તરસામાન્ય ધર્મ હોવા છતાં પણ જીવત્વને પોતાનો વિષય બનાવવા માત્રથી પ્રસ્તુત વિશેષસંગ્રહનયમાં (= સંગ્રહનયના બીજા ભેદમાં) સંગ્રહપણાનો વ્યવચ્છેદ થવાની વાત વ્યાજબી નથી. અવાખ્સરસામાન્ય ધર્મને ગ્રહણ કરવા માત્રથી જો સંગ્રહપણાનો ઉચ્છેદ થઈ જતો હોય તો “સર્વાગ દ્રવ્યાપ વિરોધી”િ આવી વાત કરનાર પરસંગ્રહનમાં પણ સંગ્રહપણાનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. કારણ કે સત્ત્વ (= સત્તા = અસ્તિત્વ = વિદ્યમાનતા)