Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० विविधसामान्यविमर्श: 0
७६५ विशेषावश्यकभाष्यवृत्ती श्रीहेमचन्द्रसूरिभिस्तु षडुलूकसम्मतसामान्यनिरूपणम् इत्थं दर्शितं यदुत “सामान्यं त्रिविधम्, तद्यथा - सत्ता, सामान्यम्, सामान्यविशेषश्चेति । तत्र द्रव्य-गुण-कर्मलक्षणेषु त्रिषु पदार्थेषु । सबुद्धिहेतुः सत्ता, सामान्यं द्रव्यत्व-गुणत्वादि, सामान्यविशेषस्तु पृथिवीत्व-जलत्व-कृष्णत्व-नीलत्वाद्यवान्तर- रा सामान्यरूप इति। अन्ये तु इत्थं सामान्यस्य त्रैविध्यम् उपवर्णयन्ति - अविकल्पं महासामान्यम्, ... त्रिपदार्थसबुद्धिहेतुभूता सत्ता, सामान्यविशेषो द्रव्यत्वादि। महासामान्य-सत्तयोः विशेषणव्यत्यय इति अन्ये । " द्रव्य-गुण-कर्मपदार्थत्रयसबुद्धिहेतुः सामान्यम्, अविकल्पा सत्ता इति अर्थः। सामान्यविशेषस्तु द्रव्यत्वादिरूप श વ(વિ.કા..૨૪૧૩ ) તિા .
पञ्चास्तिकायसङ्ग्रहवृत्तौ अमृतचन्द्रमते तु “द्विविधा हि सत्ता - महासत्ता अवान्तरसत्ता च। (१) तत्र । सर्वपदार्थसार्थव्यापिनी सादृश्यास्तित्वसूचिका महासत्ता प्रोक्तैव। (२) अन्या तु प्रतिनियतवस्तुवर्तिनी સ્વરૂપસ્તિત્વમૂવિવા કવન્તરસત્તા” (T...૮) રૂક્તિા ___ “समस्तवस्तुविस्तरव्यापिनी महासत्ता, प्रतिनियतवस्तुविस्तरव्यापिनी ह्यवान्तरसत्ता। समस्तव्यापकरूप
હી. બીજી રીતે ત્રિવિધ સામાન્યની વિચારણા (વિશે.) વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ તો ષડુલૂકસંમત સામાન્યનું નિરૂપણ આ મુજબ દર્શાવેલ છે કે “સામાન્ય ત્રણ પ્રકારે છે. તે આ મુજબ - સત્તા, સામાન્ય અને સામાન્યવિશેષ. તેમાં (૧) સત્તા તે કહેવાય છે કે જે દ્રવ્ય, ગુણ અને કર્મ સ્વરૂપ ત્રણ પદાર્થોમાં “આ સત્ છે' - આવી બુદ્ધિનું કારણ હોય. (૨) દ્રવ્યત્વ, ગુણત્વ વગેરે સામાન્ય કહેવાય છે. (૩) સામાન્યવિશેષ તો પૃથ્વીત્વ, જલત્વ, કૃષ્ણત્વ, નીલત્વ વગેરે અવાન્તરસામાન્ય સ્વરૂપ છે. અન્ય વિદ્વાનો તો ત્રણ પ્રકારના સામાન્યનું નિરૂપણ આમ કરે છે કે – (૧) મહાસામાન્ય અવિકલ્પ છે. (૨) દ્રવ્ય-ગુણ -કર્મસ્વરૂપ ત્રણ પદાર્થમાં “આ સત્ છે' - આવી બુદ્ધિનું કારણ હોય તે સત્તા. તથા (૩) દ્રવ્યત્વ વગેરે સામાન્યવિશેષાત્મક સામાન્ય છે. અમુક વિદ્વાનો મહાસામાન્ય અને સત્તાના સ્વરૂપમાં વિપરીતપણું છે? જણાવે છે. મતલબ કે દ્રવ્ય, ગુણ અને કર્મ – આ ત્રણ પદાર્થમાં “આ સત્ છે' - આવી બુદ્ધિ કરાવે તે સામાન્ય (= મહાસામાન્ય) છે. તથા અવિકલ્પ હોય તે સત્તા - આ મુજબ અમુક વિદ્વાનોનું તાત્પર્ય છે. જ્યારે સામાન્યવિશેષ નામનું ત્રીજું સામાન્ય (જાતિ) તો દ્રવ્યત્યાદિ (અવાન્તરજાતિ) સ્વરૂપ જ છે.”
હમ દિગંબરમતે દ્વિવિધ સત્તા છે (પક્વા.) પંચાસ્તિકાયસંગ્રહવ્યાખ્યામાં દિગંબરાચાર્ય અમૃતચન્દ્રનો મત અહીં થોડોક જુદો પડે છે. તેના મતે તો “બે પ્રકારની સત્તા છે. મહાસત્તા અને અવાન્તરસત્તા. તેમાં (૧) સર્વ પદાર્થના સમૂહમાં વ્યાપનારી, સાદડ્યુઅસ્તિત્વને સૂચવનારી મહાસત્તા (સત્તા સામાન્ય) તો પૂર્વે કહેવાઈ ગયેલ જ છે. (૨) પ્રતિનિયત એક-એક વસ્તુમાં રહેનારી, સ્વરૂપઅસ્તિત્વની સૂચક અવાન્તરસત્તા છે.”
મહાસત્તા-અવાન્તરસત્તા અંગે પ્રદ્મપ્રભમત : (“સમ.) નિયમસારવ્યાખ્યામાં દિગંબર પદ્મપ્રભજી આ અંગે જણાવે છે કે “(૧) સમસ્ત વસ્તુના વિસ્તારમાં વ્યાપેલી મહાસત્તા છે. (૨) પ્રતિનિયત વસ્તુના વિસ્તારને વ્યાપનારી અવાન્તર સત્તા છે.