Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
☼ कालारोपनैगमस्य षड्भेदाः
*
७५०
‘વાહ્યાનુષ્ઠાનું ધર્મ’રૂત્યાવિ ।
प
તંત્ર વ્હાલારોપને મસ્ય (-૩) પણ્ મેવાઃ। તથાદિ – (૧) વર્તમાનેડતીતારોપ, ‘ઝઘ શ્રીવીરरा निर्वाणकल्याणकदिन' इति । ( २ ) वर्त्तमानेऽनागतारोपः, 'अद्य श्रीसीमन्धरजिननिर्वाणकल्याणकदिन' म इति। (३) अतीते वर्तमानारोपः, ' अद्य दीपोत्सवे श्रीवीरजिनः मोक्षं गत' इति। प्रकृते वर्त्तमानर्श दीपोत्सवदिने वीरमुक्तिगमनान्वयबाधेन विवक्षाविशेषवशतः वीरमुक्तिगमनान्वयिनि अतीतदीपोत्सवदिने अद्यपदसङ्केतः कक्षीक्रियते । इत्थम् इह अतीतकाले वर्त्तमानत्वाऽऽरोपो भावनीयः पूर्वोक्तरीत्या (६/८) । एवमग्रेऽपि स्वयमूहनीयम् । (४) अतीतेऽनागतारोपः, 'ह्यः श्रीसीमन्धरजिननिर्वाणकल्याणकदिन णि आसीदि'ति। (५) अनागतेऽतीतारोपः, 'श्वः श्रीवीरजिननिर्वाणकल्याणकदिन' इति। (६) अनागते वर्तमानारोपः, 'अद्य श्रीसीमन्धरजिनः निर्वाणगामी' इति ।
(૩) વંશનેમઃ દ્વિવિધઃ જ્ઞેયઃ
(૧) મિત્રાંશોવર:, યથા ‘પટ-તત્ત્તનાવિમાન’રૂતિ। કરે તેને કાર્યાદિઆરોપવિષયક નૈગમનય માનવો. જેમ કે બાહ્ય ક્રિયાને ધર્મ કહેવો વગેરે. કાલારોપ નૈગમના છ ભેદ
-
(તંત્ર.) આરોપમૈગમના આ રીતે જે ચાર ભેદ બતાવ્યા તેમાંથી કાલારોપ નામના ત્રીજા આરોપ નૈગમનયના છ ભેદ પડે છે. તે આ રીતે - (૧) વર્તમાનકાળમાં ભૂતકાળનો આરોપ, જેમ કે ‘આજે શ્રીમહાવીર સ્વામીનો નિર્વાણકલ્યાણકદિવસ છે' - આવું વચન. (૨) વર્તમાનકાળમાં ભવિષ્યકાળનો આરોપ, જેમ કે ‘આજે શ્રીસીમંધરસ્વામીનો મોક્ષકલ્યાણકદિવસ છે' - આવું વાક્ય. (૩) ભૂતકાળમાં વર્તમાનકાળનો આરોપ, જેમ કે ‘આજે દીવાળીના દિવસે શ્રીમહાવીરસ્વામી ભગવાન મોક્ષે ગયા' ૐ આવું કથન. પ્રસ્તુતમાં વર્તમાનકાલીન દીપોત્સવદિવસમાં વીરમુક્તિગમનક્રિયાનો અન્વય બાધિત થાય છે. તેથી વિશેષ પ્રકારની વિવક્ષાના આધારે પ્રભુ વીરની મુક્તિગમનક્રિયાનો જેમાં અન્વય નિર્વિવાદપણે કરી શકાય છે, તેવા અતીતકાલીન પ્રથમ દીપોત્સવદિવસમાં ‘આજે’ પદનો સંકેત સ્વીકારવામાં આવે છે. આ રીતે અહીં અતીતકાળમાં વર્તમાનકાલત્વનો આરોપ સ્પષ્ટ છે. પૂર્વે આ જ છઠ્ઠી શાખાના આઠમા શ્લોકમાં ભૂતનૈગમમાં ત્રણ પ્રકારે આરોપ બતાવ્યા હતા. તેમાં જે પ્રથમ પ્રકાર જણાવેલ તે મુજબ પ્રસ્તુતમાં વિભાવના કરવી. આ જ રીતે આગળ વાચકવર્ગે સ્વયમેવ વિચારણા કરી લેવી. (૪) ભૂતકાળમાં ભવિષ્યકાળનો આરોપ, જેમ કે ‘ગઈકાલે શ્રીસીમંધરસ્વામીનો મોક્ષકલ્યાણકદિવસ હતો' - આ પ્રમાણેનું વચન. કળિયુગમાં શ્રાવણ સુદ ચોથના દિવસે આ પ્રમાણે બોલાતું વચન અતીતકાળમાં અનાગતકાળનો આરોપ કરે છે. (૫) ભવિષ્યકાળમાં ભૂતકાળનો આરોપ, જેમ કે ‘આવતીકાલે મહાવીરસ્વામીનો નિર્વાણ કલ્યાણક દિવસ છે' - આવું વચન. કાળી ચૌદસના દિવસે બોલાતું ઉપરોક્ત વાક્ય ભવિષ્યકાળમાં ભૂતકાળનો આરોપ સૂચવે છે. તથા (૬) ભવિષ્યકાળમાં વર્તમાનકાળનો આરોપ, જેમ કે ‘આજે સીમંધરસ્વામી મોક્ષે જવાના છે' - આવું વચન. કળિયુગમાં શ્રાવણસુદ ત્રીજના દિવસે ઉપર મુજબ બોલવું, તે ભવિષ્યકાળમાં વર્તમાનકાળનો આરોપ જાણવો.
(ખ) અંશનૈગમનયના બે ભેદ જાણવા. તે આ રીતે (૧) ભિન્નાંશવિષયક નૈગમનય. જેમ કે
૬/૦