Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७४१
દ/૨૦
0 क्रियमाणत्वस्वरूपविद्योतनम् . 'व्रीहीन पचती'त्येव प्रयोगः दर्शितरीत्या समीचीनः, तथैव इष्टसाधनात् ।
प्रकृते “क्रियमाणता नाम सङ्कल्पादेः कारकप्रयत्नात् प्रभृति आसमाप्तेः” (त.वा.३/८/२२) इति । तन्त्रवार्तिके कुमारिलभट्टवचनमपि स्मर्तव्यम् ।।
वस्तुतस्तु प्रकृते व्रीहीणां (१) बहिर्भागः पक्वः, (२) मध्यभागः पच्यमानः, (३) अन्तर्भागश्च पक्ष्यमाण इति देशभेदग्राहिसूक्ष्मेक्षिकया कालत्रयगर्भपाकक्रियायासंस्पर्शः अनाविल एव ।
एवमेव तादृशस्थले वर्तमानक्रियाकाले कालस्य स्थूलत्व-सूक्ष्मत्वाभ्यां त्रैकाल्यं नयविशेषेण क કે નહિ ?' - ત્યારે અતીત અને અનાગત બન્ને પાક ક્રિયામાં વર્તમાનત્વનો આરોપ કરીને “પતિ’ આવો વાક્યપ્રયોગ થાય છે. આ પ્રમાણે થતો શબ્દપ્રયોગ ઉપર જણાવેલી પદ્ધતિ મુજબ સંગત જ છે. કારણ કે “રાંધવાનું ચાલુ છે' - એમ જાણીને ભૂખ્યો માણસ જમવા માટે રસોડામાં ઘૂસી નથી જતો તથા તેને આકુળતા-વ્યાકુળતા પણ નથી થતી. આમ વક્તાના ઈષ્ટ પ્રયોજનની તેવા વાક્યપ્રયોગથી જ સિદ્ધિ થાય છે. માટે વર્તમાન નૈગમનય તે સ્થળે તેવો વાક્યપ્રયોગ કરે છે.
() પ્રસ્તુત બાબત અંગે મીમાંસકમૂર્ધન્ય કુમારિલભટ્ટનું વચન પણ યાદ કરવા યોગ્ય છે. તેમણે તંત્રવાર્તિક ગ્રંથમાં જણાવેલ છે કે “કારકના = કર્તા વગેરેના સંકલ્પ વગેરે પ્રયત્નથી માંડીને કાર્યસમાપ્તિ સુધી વિવક્ષિત કાર્ય ક્રિયમાણ કહેવાય છે.”
સ્પષ્ટતા :- કુમારિલભટ્ટે જણાવેલ છે કે કર્તા વગેરે કારકના પ્રયત્નથી માંડીને કાર્ય સમાપ્ત ન થાય ત્યાં સુધી તે કાર્ય ક્રિયમાણ જ કહેવાય. મતલબ કે કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ક્રિયા વર્તમાનકાલીન રહી જ કહેવાય. તેથી રસોઈઓ ચોખાને પકાવવાનો સંકલ્પ-પ્રયત્ન-સાવધાની છોડે નહિ, ચૂલો બંધ કરે નહિ કે ભાતની તપેલી ચુલા ઉપરથી નીચે ઉતારે નહિ ત્યાં સુધી “વીદીનું પ્રવત્તિ વાક્યનો પ્રયોગ પણ યોગ્ય જ છે. આવું કુમારિલભટ્ટના વચનથી પણ સિદ્ધ થાય છે. આ રીતે યથાશ્રુત ગ્રંથની સંગતિ કરી શકાય છે.
A અંશભેદથી ત્રણ કાળનો સંસ્પર્શ માન્ય NR (વસ્તુત.) “રસોઈઓ ચોખાને રાંધતો હોય ત્યારે “ચોખા રંધાઈ ગયા - આવો શબ્દપ્રયોગ નથી જ થતો. પરંતુ “રસોઈઓ ચોખાને રાંધે છે', “ચોખા રંધાય છે' - આ પ્રમાણે જ વાક્યપ્રયોગ થાય છે” – આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ જે કહ્યું છે, તે વર્તમાનનૈગમનયની દૃષ્ટિએ જાણવું. વાસ્તવમાં તો ચોખાને પકવવાની ક્રિયા ચાલી રહી હોય ત્યારે (૧) ચોખાઓનો બાહ્ય ભાગ પક્વ છે. (૨) મધ્યભાગ પાકી રહેલ છે. તથા (૩) અંદરનો ભાગ પકાવવાનો બાકી છે. તે ભવિષ્યમાં પકાવાશે. આમ અંશભેદને ગ્રહણ કરનારી સૂક્ષ્મદષ્ટિથી ચોખામાં કાલત્રયગર્ભિત પાકક્રિયાનો દેશભેદથી સંસ્પર્શ નિરાબાધ જ છે, માન્ય જ છે.
જ સ્કૂલ-સૂક્ષ્મ કાળ મુજબ સૈકાવ્યસ્પર્શ માન્ય છે | (a) જે રીતે ઉપરોક્ત સ્થળે દેશભેદથી પાકક્રિયામાં સૈકાલ્યસ્પર્શ માન્ય છે, તે જ રીતે સૂક્ષ્મ કાળભેદથી પાકક્રિયામાં સૈકાલ્યસ્પર્શ માન્ય જ છે. પ્રસ્તુતમાં “કાળની સ્થૂલતા અને સૂક્ષ્મતા દ્વારા જુદા