Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७३३
० भाविनैगमारोपितपर्यायविमर्श: ० इदञ्चाऽत्रावधेयं यदुत साम्प्रतकाले भाविपर्यायप्ररूपणा द्रव्ये इव कालादावपि अनागतपर्यायारोपणेन सम्भवति। तथाहि - श्रावणशुक्लतृतीयायां तिथौ विहरमानजिनकल्याणकाराधकाः पठन्ति यदुत ‘अद्य सीमन्धरजिनः निर्वाणगामी' इति । प्रकृते ‘अद्ये'तिशब्दवाच्ये इदानीन्तनश्रावणशुक्लतृतीयादिने सीमन्धरजिननिर्वाणगमनाऽर्थान्वयबाधेन अनागतोत्सर्पिणीकालीनोदय-पेढालाऽभिधानयोः सप्तमाऽष्टमतीर्थकरयोः अन्तराले श्रावणशुक्लतृतीयादिनविशेषे ‘अद्ये'तिशब्दः सङ्कल्प्यते । 'मञ्चाः क्रोशन्ती'त्यत्र पुरुषेषु मञ्चारोपवत् प्रकृते अनागते वर्तमानत्वाऽऽरोपणादस्य भाविनैगमत्वं समर्थनीयम् । क ___ एवं वर्तमानेऽपि अनागतारोपो भवति। तथाहि - ‘अद्य सीमन्धरजिननिर्वाणकल्याणकदिनः' इत्यत्र विवक्षाविशेषवशतः ‘अद्य'शब्दवाच्ये वर्तमानकालीनश्रावणशुक्लतृतीयादिने अनागतसीमन्धरजिननिर्वाणकल्याणकदिनत्वमुपचर्य वर्तमानदिनः सीमन्धरजिननिर्वाणकल्याणकदिनत्वेन व्यवह्रियते સંકલ્પ કરવામાં આવે તો તેના માત્ર સંકલ્પને પણ વસ્તુ તરીકે નૈગમનય ગ્રહણ કરે છે.'
આ ભાવિર્નગમમાં અનેક પ્રકારે આરોપ છે. (રૂ.) અહીં આ વાત ધ્યાનમાં રાખવી કે - વર્તમાનકાળે ભાવી પર્યાયની પ્રરૂપણા જેમ અરિહંતદ્રવ્યમાં કે કાષ્ઠદ્રવ્યમાં ભવિષ્યકાલીન સિદ્ધ કે પ્રસ્થક પર્યાયનો આરોપ કરવાથી સંભવે છે, તેમ કાળ વગેરેમાં પણ ભાવી પર્યાયનું આરોપણ કરવાથી ભાવીપર્યાયપ્રરૂપણા સંભવે છે. તે આ રીતે સમજવું - શ્રાવણ સુદ ત્રીજની તિથિ આવે ત્યારે વિહરમાન જિનેશ્વર ભગવંતના કલ્યાણકની આરાધના કરનારાઓ બોલે છે કે “આજે સીમંધર જિન મોક્ષમાં જશે.' પ્રસ્તુતમાં “આજે’ શબ્દનો અર્થ છે વર્તમાનકાલીન શ્રાવણ શુક્લ ત્રીજ દિન. તેમાં તો સીમંધરસ્વામીના મોક્ષગમનનો અન્વય બાધિત થાય છે. સીમંધર જિન કાંઈ હમણાં મોક્ષે જવાના નથી. તેઓ તો આવતી ઉત્સર્પિણીકાલની ચોવીસીમાં થનારા ઉદય નામના સાતમા તીર્થકર અને પેઢાલ નામના આઠમા તીર્થંકરના આંતરામાં મોક્ષે જવાના છે. મુખ્યાર્થનો અન્વય બાધિત થવાથી પ્રસ્તુતમાં લક્ષણા માનવી જરૂરી છે. તેથી ‘આજે' શબ્દનો ભવિષ્યકાલીન શ્રાવણ શુક્લ તૃતીયાદિનવિશેષમાં સંકલ્પ = આરોપ કરવામાં આવે છે. “માંચડાઓ અવાજ કરે છે - આ વાક્ય દ્વારા જેમ પુરુષોમાં માંચડાનો આરોપ કરવામાં આવે છે, તેમ પ્રસ્તુતમાં અનાગતમાં વર્તમાનપણાનો આરોપ કરીને “આજે સીમંધરજિન મોક્ષમાં જશે' - આવું બોલવામાં આવે છે. તેથી આ વ્યવહાર ભાવિનૈગમનયસ્વરૂપ છે - આવું સમર્થન કરવા યોગ્ય છે.
જ આજે સીમંધરસ્વામીનું નિર્વાણ કલ્યાણક ! જ (.) એ જ રીતે વર્તમાન કાળમાં પણ ભવિષ્યકાલત્વનો આરોપ થાય છે. તે આ રીતે - “આજે શ્રી સીમંધરસ્વામી વિહરમાન ભગવાનનો નિર્વાણકલ્યાણકદિવસ છે' - આ વાક્યમાં “આજે' શબ્દનો અર્થ છે વર્તમાનકાલીન શ્રાવણ સુદ ત્રીજનો દિવસ. તેમાં સીમંધરસ્વામીના અનાગતનિર્વાણકલ્યાણકદિનત્વ નામના ગુણધર્મનો વિવક્ષાવિશેષવશ ઉપચાર કરીને પ્રસ્તુત ભાવિનૈગમનય જિનભક્તિ-તપ વગેરે આરાધના માટે આજે જે શ્રાવણ સુદ ત્રીજ છે, તેનો સીમંધરસ્વામી ભગવાનના નિર્વાણકલ્યાણકદિવસ