Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७३४
* वर्त्तमानेऽनागताऽऽरोपः
૬/
કાંઇ સિદ્ધ, અનઈં કાંઇ અસિદ્ધનઈ વર્તમાન(ઈ સિદ્ધવત્) કહઈ (છઈ) તેહનઈ વર્તમાનનૈગમ ભાખિઈં. भाविनैगमनयेन जिनभक्त्यादिकृते । अत्र हि वर्त्तमानदिनमुद्दिश्य सीमन्धरजिनस्य अनागतनिर्वाणदिनत्वं विधीयते ।
एवं साधुमुद्दिश्य ‘अयम् आचार्यः', 'अयं देवः' इत्यादयः प्रसिद्धव्यवहारा अपि प्रकृतभाविनैगमनयविधया विज्ञेयाः । भावसाधौ आचार्यादिपर्यायाः यद्यपि शक्तिरूपेणैव तिष्ठन्ति तथापि भाविनैगमनयापेक्षया तु तत्र ते व्यक्तिरूपेण सन्तीति बृहद्रव्यसङ्ग्रहव्याख्यानुसारेण (गा. १४) बोध्यम् । अर्हद्गीतायां “बद्धदेवायुषो देवो वाच्यः सति नृजन्मनि ” ( अ.गी. १०/१८) इति मेघविजयोपाध्यायवचनमपि भाविनैगमसंमतं दृश्यम्। इत्थं भूतनैगमवद् यथाशास्त्रं प्रसिद्धलोकव्यवहारानुसारतो द्रव्य-क्षेत्र-काल -भावानुवेधेन भाविनैगमेऽनागतारोपणं बहुश्रुतैः भावनीयम् ।
र्णि
का
तृतीयं वर्त्तमाननैगमनयं निरूपयति - 'सिद्धे 'ति । सिद्धाऽसिद्धे = कथञ्चिद् निष्पन्ने कथञ्चिच्चाऽनिष्पन्ने अर्थे अस्त्युपारोपे = कार्त्स्न्येन अस्तित्वसमारोपकरणे हि साम्प्रतो नैगमः स्मृतः । कथञ्चिदसिद्धत्वपर्याये सत्यपि तदुपेक्षया कथञ्चिन्निष्पन्नत्वपर्यायमेव वर्तमानं सम्पूर्णे वस्तुनि समारोप्यते તરીકે વ્યવહાર કરે છે. પ્રસ્તુત વાક્ય વર્તમાન દિવસને ઉદ્દેશીને અનાગતનિર્વાણદિનત્વનું વિધાન કરે છે. અર્થાત્ વર્તમાનકાલીન શ્રાવણસુદ ત્રીજનો દિવસ સીમંધરસ્વામીના ભવિષ્યકાલીન મોક્ષકલ્યાણકદિવસ રૂપે જણાવાય છે. આ છે વર્તમાનકાલમાં ભાવિપર્યાયનો કે અનાગત કાળનો આરોપ.
* સાધુ પણ આચાર્ય !
(i.) આ રીતે સાધુને ઉદ્દેશીને થતા ‘આ આચાર્ય છે', ‘આ દેવ છે’ - ઈત્યાદિ શાસ્ત્રપ્રસિદ્ધ વ્યવહારો પણ પ્રસ્તુત ભાવિનૈગમનયરૂપે સમજવા. જો કે ભાવસાધુમાં આચાર્યાદિ પર્યાયો શક્તિસ્વરૂપે જ રહે છે. તો પણ ભાવિનૈગમનયની અપેક્ષાએ તો તેમાં તે પર્યાયો વ્યક્તિસ્વરૂપે = અભિવ્યક્તિસ્વરૂપે રહે છે. આ વાત બૃહદ્રવ્યસંગ્રહવ્યાખ્યા મુજબ સમજવી. અર્હદ્ગીતામાં મેઘવિજયઉપાધ્યાયજીએ ‘મનુષ્ય ભવ હાજર હોય ત્યારે દેવાયુષ્ય બાંધનારને દેવ કહેવો' આમ જણાવેલ છે. તે ભાવી નૈગમનયને સંમત છે. આમ ભૂતનૈગમનયની જેમ શાસ્ત્ર મુજબ, પ્રસિદ્ધ લોકવ્યવહારને અનુસરીને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ -ભાવનો સંવેધ = અનુવેધ કરીને ભાવી પર્યાયનો કે અનાગત કાળનો આરોપ ભાવિનૈગમની વિચારણામાં બહુશ્રુત પુરુષોએ ઊંડાણથી વિચારવો.
નૈગમના ત્રીજા ભેદનું પ્રતિપાદન
(તૃતીય.) નૈગમનયના ત્રીજા ભેદને ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા સમજાવે છે. કથંચિત્ તૈયાર થયેલા અને કથંચિત્ તૈયાર ન થયેલા પદાર્થમાં સંપૂર્ણતયા અસ્તિત્વનો આરોપ કરવામાં આવે તો તે વચન સાંપ્રતનૈગમ વર્તમાનનૈગમ નય કહેવાયેલ છે. મતલબ કે કથંચિત્ અનિષ્પન્નત્વ પર્યાય હોવા છતાં પણ તેની ઉપેક્ષા કરીને પદાર્થના અમુક ભાગમાં વિદ્યમાન એવા કથંચિત્ નિષ્પન્નત્વ પર્યાયને જ સંપૂર્ણ પદાર્થમાં આરોપિત કરવાનું કામ જે નય કરે છે તે સાંપ્રતનૈગમનય કહેવાય - ત્યાં સુધીનું
=