Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६९२
/ દ્વેષ ન કરવો, અર્થ જ પ્રમાણ છઈ. ॥૬/૨ા
म
☼ परकीयसद्वचनसमन्वयः कार्यः
प अर्थस्यैव तीर्थङ्करमुखोद्गतत्वेन प्राधान्येन प्रमाणत्वात् । अत एव निशीथभाष्ये “ अत्थधरो पमाणं, तित्थगरमुहुग्गतो तु सो जम्हा” (नि.भा. २२) इत्युक्तम् । अत एव शब्दमात्रतो भिन्नेऽप्यर्थतो जिनवचनाऽभिन्ने परकीयवचने प्रद्वेषो दृष्टिसम्मोहलक्षणो हि तीर्थकराऽऽशातनायां तत्सम्मतद्वादशाङ्ग्याशातनायां च पर्यवस्यतीति समाम्नातम् ।
एतेन 2“जं अत्थओ अभिन्नं अण्णत्था सद्दओ वि तह चेव । तम्मि पओसो मोहो विसेसओ जिणमयठियाणं ।।” (उ.प. ६९३) इति उपदेशपदवचनम्, “गुणतः तुल्ये तत्त्वे संज्ञाभेदागमान्यथादृष्टिः । भवति यतोऽसावधमो दोषः खलु दृष्टिसम्मोहः । । ” ( षोड. ४/११ ) इति षोडशकवचनम्,
र्णि
cast list
સ
૬/ર
માત્ર શબ્દનો જ ભેદ હોય અને અર્થમાં કશોયે ફરક પડતો ન હોય તેવી બાબતમાં બિલકુલ દ્વેષ ન કરવો. કારણ કે તીર્થંકર ભગવંતના મુખારવિંદમાંથી અર્થ જ પ્રગટ થયેલ છે. તેથી જિનપ્રરૂપિત અર્થ જ મુખ્યતયા પ્રમાણભૂત છે. તેથી જ નિશીથભાષ્યમાં જણાવેલ છે કે “અર્થને ધારણ કરનાર વ્યક્તિ પ્રમાણભૂત છે. કારણ કે અર્થ તીર્થંકર ભગવાનના મુખેથી નીકળેલ છે.” આનાથી નિશ્ચિત થાય છે કે શબ્દ અલગ હોવા છતાં જો અર્થની ષ્ટિએ દિગંબરની વાતમાં જિનોક્ત સિદ્ધાંતનો વિરોધ ન આવતો હોય તો તે વાત પ્રમાણભૂત જ છે. પરમાર્થથી તે વાત ભગવાનની વાતથી જુદી પડતી નથી. આ જ કારણસર માત્ર શબ્દથી ભેદ ધરાવવા છતાં પણ અર્થની અપેક્ષાએ તીર્થંકર ભગવાનના વચનથી અન્ય દર્શનકારોનું વચન ભિન્ન ન હોય તો તેના ઉપર દ્વેષ કરવો યોગ્ય નથી. તેમ છતાં જો તેના ઉપર દ્વેષ કરવામાં આવે તો તે દૃષ્ટિસંમોહ નામનો દોષ જાણવો. તથા આ દૃષ્ટિસંમોહ દોષ તીર્થંકર ભગવંતની આશાતનામાં અને તીર્થંકરસંમત દ્વાદશાંગીની આશાતનામાં પરિણમે છે. આ પ્રમાણે પૂર્વાચાર્યોને માન્ય છે. બીજાની સાચી વાત આદરણીય
(તેન.) ઉપરોક્ત બાબતમાં સંવાદ આપનારા શાસ્ત્રવચનો પણ ઉપલબ્ધ થાય છે. ઉપદેશપદ ગ્રંથમાં હરિભદ્રસૂરિજી મહારાજે પ્રસ્તુત બાબત અંગે બહુ સુંદર વાત કરેલી છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “અન્ય દર્શનની જે વાત ભગવાને બતાવેલા અર્થથી ભિન્ન ન હોય તથા તેમની બીજી જે વાતો શબ્દથી પણ ભગવાનની વાતથી જુદી પડતી ન હોય તેના ઉપર દ્વેષ કરવો તે મૂઢતા છે. જિનમતમાં રહેલા જીવો માટે તો તેવો દ્વેષ વિશેષ પ્રકારની મૂઢતારૂપ સમજવો.” શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે “પરદર્શનમાં જણાવેલ જે તત્ત્વ = પરમાર્થ ગુણની અપેક્ષાએ જિનમતતુલ્ય હોય તેમ છતાં તે તત્ત્વને દર્શાવનારા શબ્દ જિનાગમપ્રસિદ્ધ શબ્દ કરતાં જુદા હોય અથવા તો તે શબ્દ અન્યદર્શનના શાસ્ત્રનો હોય એટલા માત્રથી તેના પ્રત્યે અણગમાની દૃષ્ટિ જે દોષના લીધે થાય છે, તે દોષ દૃષ્ટિસંમોહ દોષ કહેવાય છે. આ દોષ ખરેખર, અત્યંત અધમ દોષ છે.”
~ કો.(૧૩)માં ‘છઈ' ના બદલે ‘જાણવઓ' પાઠ.
1. ગર્વધરસ્તુ પ્રમાળમ્, તીર્થમુહોત: તુસ ચસ્માત્
2. यद् अर्थतोऽभिन्नम् अन्यत्र शब्दतोऽपि तथा चैव । तस्मिन् प्रद्वेषो मोहो विशेषतो जिनमतस्थितानाम् ।।