Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७२८ ० न्यायसूत्रादिसंवादः ।
૬/૮ नागेशमते पञ्चविधानि लक्षणानिमित्तानि । तदुक्तं तेन परमलघुमञ्जूषायाम् उद्धरणरूपेण “(१) तात्स्थ्यात् तथैव (२) तादात् (३) तत्सामीप्यात् तथैव च। (४) तत्साहचर्यात् (५) तादाद् विज्ञेया लक्षणा बुधैः ।।” (प.ल.म. लक्षणाविचारः पृ.१७) इत्यादिकं पूर्वोक्तं (५/१) प्रकृतेऽनुसन्धेयम् । प्रस्थकार्थं * काष्ठं छिन्दन् ‘प्रस्थकं छिनद्मी'ति यत् प्रयुङ्क्ते तत् पूर्वोक्तं (४/१३ पृष्ठ-४९३) वक्ष्यमाणं of (६/९,८/१८) च नैगमनयवाक्यं प्रकृते तादोपचारविधया विज्ञेयम् ।
____ न्यायसूत्रे तु “संहचरण-स्थान-तादर्थ्य-वृत्त-मान-धारण-सामीप्य-योग-साधना-3ऽधिपत्येभ्यो ब्राह्मण-मञ्च __कट-राज-सक्तु-चन्दन-गङ्गा-शाटक-अन्न-पुरुषेषु अतद्भावेऽपि तदुपचारः” (न्या.सू.२/२/६१) इति विस्तरतः ण दश उपचारनिमित्तानि उक्तानि । का तद्विवरणं तु वात्स्यायनभाष्ये “(१) सहचरणाद् - 'यष्टिकां भोजयेः' इति यष्टिकासहचरितो ब्राह्मणोऽभिधीयत इति ।
ઈ ઉપચારના પાંચ નિમિત્ત : નાગેશભટ્ટ છે (રા.) નાગેશભટ્ટ નામના વૈયાકરણના મતે લક્ષણાના પાંચ નિમિત્તો છે. તેમણે ઉદ્ધરણરૂપે પરમલઘુમંજૂષામાં જણાવેલ છે કે ‘(૧) તાણ્ય, (૨) તાદ્ધર્મ, (૩) તત્સામીપ્ય, (૪) તત્સાહચર્ય તેમજ (૫) તાદર્થ્ય - આ પાંચ નિમિત્તના લીધે લક્ષણા પંડિતોએ જાણવી.' અહીં ચાર ભેદ તો પતંજલિમતમાં ઉપર જણાવ્યા મુજબ સમજવા. તથા પાંચમો ભેદ તાદર્થ્ય એટલે તેના માટે હોવાપણું. પૂર્વે પાંચમી શાખાના પ્રથમ શ્લોકની વ્યાખ્યામાં આ બાબત વિસ્તારથી દર્શાવેલ છે. તેનું અહીં અનુસંધાન
કરવું. પ્રસ્તુતમાં પ્રસ્થક (ધાન્યમાપવિશેષ) બનાવવા માટે લાકડાને કોઈ માણસ છેદી રહ્યો હોય ત્યારે 1. તેને પૂછવામાં આવે કે “તું શું છેદી રહ્યો છે ?” તો તે “હું કાષ્ઠને છેદું છું - આમ બોલવાના બદલે
હું પ્રથકને છેદું છું’ - આમ બોલે છે. પૂર્વે (૪/૧૩) જણાવેલ અને આગળ (૬૯, ૮૧૮) જે | જણાવવામાં આવશે, તે નૈગમમાન્ય ઉપરોક્ત વાક્ય અહીં તાદર્થ્યઉપચાર તરીકે જાણવું.
છે આરોપના દશ નિમિત્ત ઃ અક્ષપાદ છે (ચા.) ન્યાયસૂત્ર ગ્રંથમાં તો અક્ષપાદ ઋષિએ વિસ્તારથી ૧૦ પ્રકારના આરોપનિમિત્તો જણાવેલા છે. તે આ પ્રમાણે “(૧) સહચરણથી (= તત્સાહચર્યથી) બ્રાહ્મણમાં, (૨) સ્થાનથી (= તાણ્યથી) માંચડામાં, (૩) તાદર્થ્યથી કટમાં, (૪) વૃત્તથી (= આચરણથી) રાજામાં, (૫) માપથી સાથવામાં, (૬) ધારણથી ચંદનમાં, (૭) સામીપ્યથી ગંગામાં, (૮) યોગથી શાટકમાં, (૯) સાધનથી અન્નમાં, (૧૦) આધિપત્યથી પુરુષમાં તે તે વસ્તુ ન હોવા છતાં તે તે વસ્તુનો અભેદસંબંધથી ઉપચાર થાય છે.”
(ત) ઉપરોક્ત ન્યાયસૂત્રનું વિવેચન વાત્સ્યાયનભાષ્યમાં (= વાસ્યાયન ઋષિએ રચેલા ન્યાયસૂત્રભાષ્યમાં) નીચે મુજબ ઉપલબ્ધ થાય છે. “(૧) સહચરણથી = તત્સાહચર્યથી આરોપ થાય છે. જેમ કે લાકડીને લઈને કાયમ ફરનારા બ્રાહ્મણને ભોજન કરાવવાનું હોય તેવા અવસરે લાકડી સહચરિત બ્રાહ્મણમાં લાકડીનો ઉપચાર કરીને “લાકડીને જમાડો' - આ પ્રમાણે સાહચર્યનિમિત્તક આરોપ કરવામાં આવે છે. અહીં “લાકડી' શબ્દથી લાકડીના સાહચર્યવાળા બ્રાહ્મણને જણાવવામાં આવે છે.