Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६/८
* वैयाकरणमहाभाष्यप्रभृतिसंवादः
७२७
तत्सामीप्यात्, तत्साहचर्यादिति । (१) तात्स्थ्यात् તાવવું ‘મગ્વા હન્તિ', ‘શિરિર્વદ્યુતે’। (૨) તાદ્ધર્થાત્ - जटिनं यान्तं ‘ब्रह्मदत्त' इत्याह । ब्रह्मदत्ते यानि कार्याणि जटिन्यपि तानि क्रियन्त इत्यतो 'जटी ब्रह्मदत्त' રૂત્યુચ્યતે। (૩) તત્લામીપ્યાર્ - ‘ક્યાં ઘોવ:', ‘પે ગર્વનમ્’| (૪) તત્સાહવર્થાત્ – ‘ત્તાનું પ્રવેશય', ‘યલ્ટી: પ્રવેશય’ (વૈ.મ.વા.મૂ.૪/૭/૪૮, વાર્તિ ૪)” કૃતિ
તે આ રીતે સમજવા (૧) સૌપ્રથમ તાત્મ્ય એટલે તેમાં રહેવું. તે સ્થાનમાં રહેવાના લીધે આધેયભૂત પદાર્થમાં આધારનો જે અભેદ આરોપ થાય તે તાન્ત્યનિમિત્તક આરોપ કહેવાય. જેમ કે ‘માંચડાઓ હસે છે’, ‘પર્વત બળે છે' વગેરે ઉપચાર. પ્રસ્તુતમાં માંચડાઓ હસતા નથી. પણ માંચડા ઉપર રહેલા માણસો હસે છે. તેમ છતાં આધારભૂત માંચડાનો આધેયભૂત પુરુષોમાં અભેદ ઉપચાર કરીને માણસોનો માંચડા તરીકે ઉલ્લેખ કરીને ‘માંચડાઓ હસે છે’ - આમ કહેવાય છે. તેનો મતલબ એ છે કે ‘માંચડા ઉ૫૨ રહેલા પુરુષો હસે છે.' તે જ રીતે પર્વત ઉપર રહેલા વૃક્ષ-પર્ણ-તૃણ વગેરે બળતા હોય ત્યારે પર્વત અને વૃક્ષાદિ વચ્ચે અભેદ ઉપચાર કરીને ‘પર્વત બળે છે' - આવું કહેવામાં આવે છે. એનો અર્થ એ છે કે ‘પર્વત ઉપર રહેલ વૃક્ષાદિ બળે છે.' આ રીતે આધેયમાં જે અભેદસંબંધથી આરોપ થાય તે તાન્ત્યનિમિત્તક આરોપ કહેવાય છે.
-
(૨) તાદ્ધર્મ એટલે તેના ગુણધર્મ કાર્ય. એક વ્યક્તિ વિષે બીજી વ્યક્તિના કાર્યો કરાય ત્યારે બીજી વ્યક્તિ તરીકેનો અભેદ આરોપ પ્રથમ વ્યક્તિમાં કરવામાં આવે તે તાદ્ધમ્યૂનિમિત્તક આરોપ કહેવાય. જેમ કે જટી – જટાધારી તાપસ જતો હોય તો તેને જોઈને ‘બ્રહ્મદત્ત' કહેવામાં આવે તો તે તાદ્ધમ્યૂનિમિત્તક આરોપ કહેવાય. આ ઉપચાર થવાનું કારણ એ છે કે જે જે કાર્યો બ્રહ્મદત્તને વિશે કરવાના હોય તે તે કાર્યો (બહુમાન-સત્કાર આદિ) જટીને વિશે કરાય છે. તેથી જટીમાં બ્રહ્મદત્તનો અભેદ ઉપચાર કરીને જટાધર વ્યક્તિને બ્રહ્મદત્ત કહેવાય છે. (અત્યંત ઉદાર માણસને ઉદ્દેશીને આ કર્ણ છે', ‘આ જગડુશા છે' - આવો વ્યવહાર પણ તાદ્ધમ્યૂનિમિત્તક આરોપ સમજવો.)
=
-
(૩) તત્સામીપ્ટ એટલે તેની સમીપમાં વિદ્યમાનતા. બે પદાર્થો નજીક હોય તેવા સ્થળે સામીપ્પના લીધે એક પદાર્થનો બીજા પદાર્થમાં અભેદ ઉપચાર આરોપ = લક્ષણા થાય છે. જેમ કે ‘ગંગામાં ઘોષ', ‘કૂવામાં ગર્ગકુળ' વગેરે. ગંગા અને ગંગાનો કિનારો નજીક હોવાથી ગંગાના કિનારામાં ગંગાનો અભેદ ઉપચાર કરીને ‘ગંગા’ શબ્દથી ગંગાતટને જણાવવામાં આવે છે. તે જ રીતે ગર્ગનું કુળ કૂવાના કાંઠે રહેતું હોવા છતાં કૂવો અને કૂવાનો કાંઠો સમીપ હોવાથી કાંઠામાં કૂવાનો અભેદ ઉપચાર કરીને ‘કૂવામાં ગર્ગનું કુળ રહે છે' આ પ્રમાણે બોલવામાં આવે છે.
(૪) તત્સાહચર્ય એટલે તેની સાથે ફરવું. અમુક પદાર્થને લઈને કોઈ વ્યક્તિ બધે ફરતી હોય ત્યારે તે પદાર્થમાં તે વ્યક્તિનો અભેદ ઉપચાર કરવામાં આવે છે. દા.ત. ‘ભાલાઓને આવવા દો', ‘દંડાઓને આવવા દો’ - આ પ્રમાણે થતો વાક્યપ્રયોગ તત્સાહચર્યનિમિત્તક આરોપ કહેવાય છે. ચોકીદાર વગેરે માણસો કાયમ ભાલા કે દંડ લઈને ફરતા હોય છે. તેથી ભાલાધારીમાં કે દંડધારીમાં ક્રમશઃ ભાલાનો અને દંડનો અભેદ ઉપચાર કરીને ઉપરોક્ત વાક્યપ્રયોગ કરવામાં આવે છે.” આ પ્રમાણે પતંજલિ ઋષિએ સંક્ષેપથી ચાર પ્રકારના ઉપચારની વાત વૈયાકરણ મહાભાષ્ય ગ્રંથમાં જણાવેલ છે.
रा
म