Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬/૮
७३०
० उपचारसाफल्यबीजविचारः . (૨) સાધનામ્ - ‘બન્ને પ્રા’ તિા.
(૧૦) ધપાત્ - ‘અર્થ પુરુષ: ૩ત્તમ્', ‘જોત્રમ્ (ચો.ફૂ.ર/ર/૬૭)” રૂત્યેવં વર્તતા । ततश्चोपचारनिमित्तसत्त्वे सति च प्रयोजने उपचारस्य सार्थकत्वं तत्र तत्र बहुश्रुतैः बोध्यम् । म प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - तीर्थङ्करकल्याणकपर्वाराधनया भूतनैगम आत्मानं भगवद्श भक्तिनिर्भरं करोति। ‘अद्य मे दीक्षादिनः' इति स्मृत्वा दशादिचार्षिकसंयमपर्यायवन्तो महात्मान
उपवास-वैयावृत्त्याद्याराधनायाम् उल्लसन्तो दृश्यन्त एव । इत्थं स्वस्य पूर्वमहापुरुषादेः वा अतीतकालीनप्रशस्तोदन्तादिकं तत्तत्तिथिसंलग्नं स्मृत्वा वर्तमानतिथौ तत्तिथ्यभेदमुपचर्य यथावसरं विशिष्टाराधनामार्गे सोत्साहतया गन्तव्यम् । इत्थमतीतनैगमः प्रयोक्तव्यः। ततो “निरञ्जनं निराकारं सहजानन्दनन्दितम्” (कु.प्र.प्र.५३४/पृ.२०७) इति कुमारपालप्रबोधप्रबन्धोक्तं सिद्धस्वरूपं सद्यः सम्पद्येत ।।६/८ ।।
(૯) સાધનની દૃષ્ટિએ આરોપ થાય છે. જેમ કે પ્રાણને ટકાવવાનું સાધન હોવાથી અન્નને પ્રાણ કહેવાય છે. (લોભીયાના ધનને એના પ્રાણ કહેવાય છે. તે પણ સાધનનિમિત્તક ઉપચાર છે.)
(૧૦) આધિપત્યથી પણ આરોપ થાય છે. જેમ કે કોઈ માણસનું કુલમાં કે ગોત્રમાં આધિપત્ય = વર્ચસ્વ હોય તો તે માણસને કુલ કે ગોત્રરૂપે જણાવાય છે. દા.ત. ઠક્કર કુલનો મુખ્ય માણસ લગ્નપ્રસંગમાં આવે ત્યારે ‘ઠક્કર કુલ આવી ગયું” – આ પ્રમાણે જે ઉપચાર થાય તે આધિપત્યનિમિત્તક
આરોપ કહેવાય”- આ પ્રમાણે દશ ઉપચાર ન્યાયસૂત્રભાષ્યમાં વાત્સ્યાયન ઋષિએ સમજાવેલા છે. તેથી | ઉપચારનું નિમિત્ત હાજર હોય તથા ઉપચાર કરવાનું પ્રયોજન વિદ્યમાન હોય ત્યારે ઉપચારને તે તે સ્થળે સાર્થક માનવામાં આવે છે. આ પ્રમાણે સ્વ-પરદર્શનના જાણકાર બહુશ્રુત પુરુષોએ જાણવું.
સ્પષ્ટતા:- ઉપચારનું નિમિત્ત હોય એટલે ઉપચાર કરી દેવો – એટલું પર્યાપ્ત નથી. પરંતુ ઉપચાર કરવાનું કોઈક ઉમદા પ્રયોજન હોય ત્યારે ઉપરોક્તમાંથી કોઈ પણ એક નિમિત્તને શોધીને, પકડીને ઉપચાર કરાય છે. તો જ ઉપચાર શિષ્ટસંમત બને, અન્યથા નહિ.
જે ભૂત નૈગમનયનો ઉપયોગ છે | આધ્યાત્મિક ઉપનય :- કલ્યાણકપર્વની આરાધના દ્વારા ભૂતનૈગમ આત્માને પ્રભુભક્તિમય બનાવે છે. દીક્ષાના ૧૦ વર્ષ પછી પણ “આજે મારો દીક્ષાદિવસ છે' - આવો વ્યવહાર દીક્ષાતિથિના દિવસે થતો જોવા મળે છે. આ ઉપચારથી મહાત્મા પોતાનો ભૂતકાલીન દીક્ષાદિવસ યાદ કરીને ઉપવાસ, વૈયાવચ્ચ આદિ આરાધના કરવા માટે ઉલ્લસિત થતા હોય છે. આ રીતે આપણા કે મહાપુરુષોના જીવનના ભૂતકાલીન સારા પ્રસંગોને તે તે તિથિના દિવસે યાદ કરી, વર્તમાન વિશિષ્ટ તિથિઓમાં જૂની સુંદર ઘટનાવાળા દિવસનો અભેદ ઉપચાર કરી વર્તમાન કાળે પણ વિશિષ્ટ આરાધનાના માર્ગે ઉલ્લાસથી આગેકૂચ કરીએ - આ મુજબ ભૂતનૈગમનો ઉપયોગ કરવો. તેનાથી કુમારપાળપ્રબોધપ્રબંધમાં દર્શાવેલ નિરંજન, નિરાકાર, પરમાનંદથી પ્રમુદિત સિદ્ધસ્વરૂપ ઝડપથી મળે. (૬૮)