Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६/८
☼ पञ्चाशकसंवादोपदर्शनम्
જાણ પંડિત હોઈ, તે વિચારજો. *બહુશ્રુતો શાસ્ત્રોના જાણ સમજ્યો.* ૫૬/૮૫
-रसगङ्गाधर-रसतरङ्गिणी- वृत्तालङ्कार- साहित्यदर्पण-ध्वन्यालोकाद्यलङ्कारशास्त्रज्ञैः पण्डितैः, दीपावलित्व- प भगवद्भक्तिलक्षणयोः उपचारनिमित्त-प्रयोजनयोः सद्भावात् ।
1.
एतावता सर्वगुणप्रसाधकं तपः समर्थितम्, यन्मास - तिथिषु ऋषभस्वाम्यादीनां निष्क्रमण-केवलज्ञान-निर्वाणाख्यानि कल्याणकानि यत्तपसा सम्पन्नानि तन्मास - तिथिषु तन्निष्क्रमणादिस्मरणतः तत्तपःकरणात्, मतान्तरेणेत्थं पञ्चाशके एतत्तपःप्रदर्शनात्। तदुक्तं पञ्चाशके 'अण्णे तम्मास - दिणेसु लिङ्गं इमस्स” (पञ्चा. १९/९) इति । साम्प्रतकालेऽतीतकल्याणकतिथ्युपचारस्य सम्मतत्वादेवैतस्य क રસગંગાધર, રસતરંગિણી, વૃત્તાલંકાર સાહિત્યદર્પણ, ધ્વન્યાલોક વગેરે અલંકારશાસ્ત્રના જાણકાર એવા પંડિતોએ ‘તે ઉપચાર = આરોપ સંગત છે' - તેમ માનવું જ જોઈએ. કારણ કે આરોપ કરવાનું નિમિત્ત અને પ્રયોજન ત્યાં વિદ્યમાન જ છે. નિમિત્ત છે દીપાવલિત્વ અને પ્રયોજન છે ભગવદ્ભક્તિ આદિ. ઉપચારની સફળતાને સમજીએ
સ્પષ્ટતા :- જો કે શ્રમણ ભગવાન મહાવીર તો ૨૫૩૬ વર્ષ પૂર્વે મોક્ષમાં ગયા છે. તેમ છતાં પ્રતિવર્ષ દીવાળીના દિવસે શિષ્ટ પુરુષો કહે છે કે ‘આજે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ છે.’ આ વ્યવહાર જણાવે છે કે આજની દીવાળીમાં અતીત દીપાવલિત્વનો આરોપ ઉપચાર કરીને (અર્થાત્ આજની દીવાળીને અતીત દીવાળી માનીને) આ દીવાળીનો દિવસ શ્રમણ ભગવાન મહાવીરનો સુ નિર્વાણગમનદિન છે’ - આ પ્રમાણે થતી પ્રતીતિ શિષ્ટ પુરુષોને માન્ય છે. આથી જ અલંકારવેત્તા પંડિતોએ ઉપરોક્ત આરોપને અસંગત કહેવાનું કોઈ કારણ રહેતું નથી. ગમે તે દિવસે ‘આજે વીરનિર્વાણદિન ( છે’ - તેવું બોલાતું નથી. કારણ કે દીપાવલિત્વસ્વરૂપ આરોપનિમિત્ત અન્ય દિવસોમાં નથી હોતું. પણ દીવાળીના દિવસે જ તેવું બોલાય છે. તથા આજે દીવાળીનો છઠ્ઠ, જાપ, પૌષધ, જિનવાણીશ્રવણ વગેરે કરવા દ્વારા ભગવાનની ભક્તિ કરવી તે આ ઉપચારનું પ્રયોજન છે. ભગવદ્ભક્તિના પ્રયોજનથી ઉપચાર થતો હોવાથી તેમજ તેના દ્વારા લોકોને તથાવિધ પ્રતીતિ થતી હોવાથી લક્ષણા યોગ્ય છે, સફળ છે. → સર્વગુણપ્રસાધક તપની વિચારણા >
(તાવતા.) આવું કહેવા દ્વારા સર્વગુણપ્રસાધક તપનું સમર્થન થાય છે. સર્વગુણપ્રસાધક તપ એ રીતે કરવામાં આવે છે કે જે મહિનાની જે તિથિએ ઋષભદેવ ભગવાન વગેરેના દીક્ષા-કેવલજ્ઞાન -નિર્વાણ કલ્યાણકો જે તપથી થયા હોય તે મહિનાની તે તિથિએ તે તે તીર્થંકર ભગવંતોના દીક્ષાકલ્યાણક વગેરેને યાદ કરીને તે તે છટ્ઠ-અઠ્ઠમ વગેરે તપ કરવામાં આવે તે સર્વગુણપ્રસાધક તપ કહેવાય છે.
આ પ્રમાણે પંચાશક ગ્રંથમાં મતાંતરથી સર્વગુણપ્રસાધક તપ બતાવેલ છે. પંચાશકજીમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “અન્ય આચાર્ય ભગવંતો એમ કહે છે કે - તે તે મહિનાની તે તે તિથિએ દીક્ષાદિપ્રસંગે ભગવાને કરેલો તપ કરવો તે સર્વગુણપ્રસાધક તપની સિદ્ધિનું લક્ષણ છે.” આજના દિવસે અતીત I કો.(૧૩)માં ‘તો’ પાઠ. ...* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે. 1. અન્ય તન્માસ-વિનેષુ વ્રુત્તિ નિામ્ અસ્યા
-
७२५
=
EASIS