Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• नयान्तरविषयग्राहकत्वं नयगतमशुद्धत्वम् ०
७०३ ध्रौव्यरूपेणाऽपि पर्यायाऽवलोकनादस्य पर्यायार्थिकस्याऽशुद्धत्वमवसेयम् । शब्दोल्लेखपूर्वं नयान्तरविषयग्राहकत्वलक्षणा अशुद्धिरिहाऽपरिहार्येति भावनीयम् ।
___ 'ध्रुवमपि ज्ञायमानं वस्तु उत्पाद-व्ययात्मकम्' इति वाक्यमपि अनित्याऽशुद्धपर्यायार्थिकनयविधया प बोध्यम्, ध्रौव्यस्य उद्देश्यतावच्छेदकतया गौणत्वाद् उत्पाद-व्यययोश्च विधेयतया मुख्यत्वात् । 'वस्तु गा उत्पाद-व्यय-ध्रौव्यात्मकम्' इति वाक्यन्तु प्रमाणमेव, त्रितयस्य विधेयतया भानादिति भावनीयम्। ...
यद्यपि महोपाध्यायश्रीयशोविजयगणिविरचितस्य 'द्रव्य-गुण-पर्यायरासे'त्यभिधानस्य अपभ्रंशभाषानिबद्धग्रन्थस्य स्वोपज्ञस्तबकविभूषितस्य पञ्चत्रिंशत्प्राचीनहस्तप्रतिषु अर्वाचीनमुद्रितपुस्तकेषु श तत्त्वनिर्णयप्रासादे (पृ.७१९) च चतुर्थपर्यायार्थिकनयस्य 'नित्याऽशुद्धपर्यायार्थिकनय' इत्यभिधानमेव क दृश्यते तथापि अमृतविजयजैनज्ञानकोश-मोरबीसत्कद्रव्य-गुण-पर्यायरासहस्तप्रतौ आलापपद्धति-नयचक्र -द्रव्यस्वभावप्रकाशाऽभिधानेषु दिगम्बरग्रन्थेषु, अर्वाचीननयचक्रविवरणादिषु सप्तभङ्गीनयप्रदीपप्रकरणे च . “अनित्याऽशुद्धपर्यायार्थिकनय” इत्यभिधानोपलब्धेः अस्माभिः तथैवेहोल्लेखः कृतः, क्षणिकोत्पादादिपर्यायप्राधान्यार्पणेन ‘अनित्याऽशुद्धपर्यायार्थिके'त्यभिधानस्य सार्थकत्वाच्च । પર્યાયને ઉત્પાદ-વ્યયની જેમ પ્રીવ્યરૂપે પણ જુએ છે. તેથી આ પર્યાયાર્થિક અશુદ્ધ બની જાય. શબ્દોલ્લેખપૂર્વક નયાન્તરવિષયગ્રાહકત્વસ્વરૂપ અશુદ્ધિ અહીં અપરિહાર્ય છે - આ પ્રમાણે વિચારવું.
૨ ચોથા પર્યાયાર્થિકનું નવું ઉદાહરણ છે (‘ધ્રુવ.) ધ્રુવ એવી પણ જણાતી વસ્તુ ઉત્પાદ-વ્યયસ્વરૂપ છે' આ વાક્ય પણ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય તરીકે સમજવું. કેમ કે અહીં ધ્રૌવ્ય ઉદેશ્યતાઅવચ્છેદક હોવાથી ગૌણ છે. તથા ઉત્પાદ -વ્યય વિધેય હોવાથી મુખ્ય છે. “વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે.” આ વાક્ય તો પ્રમાણ જ છે. કારણ કે ઉત્પાદાદિ ત્રણેયનું વિધેય તરીકે ત્યાં ભાન થાય છે. ત્રણેય મુખ્ય બનવાથી તેને પ્રમાણ વાક્ય જ સ. માનવું પડે. આ પ્રમાણે અહીં વિભાવના કરવી.
પાઠભેદ વિચારણા (ચ) મહોપાધ્યાય યશોવિજયજી ગણિવરશ્રીએ અપભ્રંશ ભાષામાં ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ રચેલો છે. તેમજ સ્વોપજ્ઞ ટબાથી તેને વિભૂષિત કરેલ છે. જો કે તે ગ્રંથની પ્રાચીન ૩૫ હસ્તપ્રતોમાં, વર્તમાનકાલીન પુસ્તકોમાં અને તત્ત્વનિર્ણયપ્રાસાદમાં પ્રસ્તુત ચોથા પર્યાયાર્થિકનયનું “નિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકનય' એવું જ નામ દેખાય છે. છતાં અમૃતવિજયજી જૈન જ્ઞાનભંડાર મોરબીમાં રહેલી દ્રવ્ય -ગુણ-પર્યાયરાસની (ક્રમાંક-૩૮૬) હસ્તપ્રતમાં, આલાપપદ્ધતિ, નયચક્ર, દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથોમાં, નયચક્રના આધુનિક વિવરણોમાં તથા સપ્તભંગીનયપ્રદીપ પ્રકરણમાં “અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય' આ મુજબ જ ચોથા પર્યાયાર્થિકનું નામ મળે છે. તેથી અમે દ્રવ્યાનુયોગપરામર્શ અને દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા ગ્રંથમાં “અનિત્ય અશુદ્ધ' એવું ચોથા પર્યાયાર્થિકનું નામ દર્શાવેલ છે. વળી, ચોથા પર્યાયાર્થિકમાં ક્ષણિક ઉત્પાદ વગેરે પર્યાયોની જ મુખ્યતા રહેલી છે. ક્ષણિકપર્યાયવિષયક હોવાથી પ્રસ્તુત નયનું “અનિત્યઅશુદ્ધ