Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ/૪ . संसारिण: सिद्धसदृशाः ।
૭ ૦૭ જિમ ભવજંતુના = સંસારીજીવના પર્યાય તે સિદ્ધ જીવના સરખા કહિઈ. (નિરુપાધિ=) કર્મોપાધિભાવરી છતા જઈ તેહની વિવક્ષા ન કરી, જ્ઞાન-દર્શન-ચારિત્ર શુદ્ધપર્યાયની જ વિવક્ષા કરી. II૬/પા
उदाहरणमुपदर्शयति - यथा संसारिपर्याये = भवस्थप्राणिपर्याये सिद्धपर्यायतुल्यता = सिद्धपर्यायेण । साकं समानता ‘प्राधान्येन व्यपदेशा भवन्तीति न्यायाद् अनेनाऽभ्युपगम्यते, नृ-नारकादिपर्यायेषु । सतोऽपि कर्मजन्योपाधित्वस्याऽविवक्षणेन स्वाभाविकज्ञान-दर्शन-चारित्रादिलक्षणशुद्धपर्यायाणां विवक्षणात्। । शुद्धपर्यायाणां स्वाभाविकत्वेन नित्यत्वात् तद्ग्राहिणोऽस्य नित्यशुद्धपर्यायार्थिकत्वं सङ्गच्छते। म
ननु देवसेनेन आलापपद्धतौ “कर्मोपाधिनिरपेक्षस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिकः, यथा सिद्धपर्यायसदृशाः ॐ शुद्धाः संसारिणां पर्यायाः” (आ.प.पृ.७) इत्येवमस्य अनित्यशुद्धपर्यायार्थिकनाम दर्शितम् । तदुक्तं नयचक्रे ... द्रव्यस्वभावप्रकाशे चाऽपि “देहीणं पज्जाया सुद्धा सिद्धाण भणइ सारित्था। जो इह अणिच्च सुद्धो पज्जयगाही हवे स णओ ।।" (न.च.३१, द्र.स्व.प्र.२०३) इति । अत्र च नयनिरूपणं देवसेनमतानुसारेणैव ण
# ઉપાધિ કર્મજન્ય જ (ઉવાદ) શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી પાંચમા પર્યાયાર્થિકનયનું ઉદાહરણ બતાવે છે. જેમ કે “સંસારી જીવના પર્યાય સિદ્ધ ભગવંતના પર્યાય જેવા છે' - આવું વચન શુદ્ધ નિત્ય પર્યાયાર્થિકનય છે. સંસારી જીવના મનુષ્ય-નરક વગેરે પર્યાયો કર્મજન્ય ઉપાધિ સ્વરૂપ છે. આ હકીકત છે. તેમ છતાં તે પર્યાયો તુચ્છ, નિમૂલ્ય અને નિર્માલ્ય છે. પરંતુ વ્યવહાર તો મુખ્ય સ્વરૂપને લક્ષમાં રાખીને જ થાય' - આ ન્યાય મુજબ પ્રસ્તુત નય સંસારીપર્યાયોમાં રહેલ કર્મજન્યઉપાધિપણાની ઉપેક્ષા કરે છે. પાધિક ભાવોમાં રહેલ ઔપાલિકપણાની વિરક્ષા કર્યા વિના જીવમાં રહેલ સ્વાભાવિક જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે શુદ્ધ પર્યાયોને જ આ નય જુએ છે. આ રીતે સંસારી જીવમાં સત્તારૂપે રહેલા શુદ્ધ પર્યાયોની વિવક્ષા કરીને પાંચમો પર્યાયાર્થિકનય સંસારી જીવના પર્યાયને સિદ્ધ ભગવંતના પર્યાય જેવા કહે છે. શુદ્ધ પર્યાયો છે સ્વાભાવિક હોવાથી નિત્ય છે. નિત્ય શુદ્ધ પર્યાયોને ગ્રહણ કરવાથી પ્રસ્તુત નય નિત્યશુદ્ધપર્યાયાર્થિક વા છે - આ વાત સંગત થાય છે.
# પાંચમા પર્યાયાર્દિકના નામ અંગે વિવાદ છે શિક :- (ન.) આપની ઉપરોક્ત વાતનો દેવસેનજીની વાત સાથે વિરોધ આવે છે. આનું કારણ એ છે કે આલાપપદ્ધતિ ગ્રંથમાં તેમણે જણાવેલ છે કે “કર્મોપાધિનિરપેક્ષસ્વભાવવાળો અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય પાંચમો છે. જેમ કે “સંસારી જીવના પર્યાયો સિદ્ધપર્યાય જેવા શુદ્ધ છે'- આવું વચન.” આવું કહેવા દ્વારા તેમણે પાંચમા પર્યાયાર્થિકનું “અનિત્ય-શુદ્ધ પર્યાયાર્થિક આ પ્રમાણે નામ દર્શાવેલ છે. નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ નામના ગ્રંથમાં પણ કહેવામાં આવેલ છે કે “દેહધારી જીવોના પર્યાયો સિદ્ધોના પર્યાય જેવા શુદ્ધ છે - આ પ્રમાણે જે નય કહે તે અનિત્ય શુદ્ધ પર્યાયગ્રાહકનય થાય છે. મતલબ નયચક્ર વગેરેમાં પણ પાંચમા પર્યાયાર્થિકનયનું નામ અનિત્યશુદ્ધ પર્યાયાર્થિક છે. તથા 8 લી.(૩)માં “ભાવ જીવ છતા” પાઠ. • કો.(૧૨)માં “કરવી” પાઠ. ૧ કો. (૭)માં “કરવી? પાઠ. 1. देहिनां पर्यायाः शुद्धाः सिद्धानां भणति सदृशाः। य इहाऽनित्यः शुद्धः पर्ययग्राही भवेत् स नयः।।