Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• विभिन्ननामकरणसमर्थनम् ।
७०९ नित्यपर्यायग्राहित्वे शुद्धपर्यायार्थिकत्वाऽसम्भवात् शुद्धज्ञानादिपर्यायाणामपि क्षणिकत्वेनैव ग्रहणादस्या- प नित्यशुद्धपर्यायार्थिकत्वं विवक्षितमिति सम्भाव्यते । ____ महोपाध्याययशोविजयैः तु निरुपाधिकपर्यायाणामेव शुद्धपर्यायत्वात् तेषाञ्च नित्यत्वादेव पञ्चमपर्यायार्थिकस्य नित्यपर्यायग्राहित्वेऽपि विषयगतां शुद्धिं विषयिणि उपचर्य तस्य शुद्धत्वं विवक्षि- म तमिति ‘नित्यशुद्धपर्यायार्थिक' इत्यभिधानं सङ्गच्छतेतराम् । इत्थञ्च पञ्चमे पर्यायार्थिके निजशुद्ध- श स्वरूपसापेक्षमनित्यत्वं स्वविषयस्वरूपसापेक्षं तु नित्यत्वमित्यत्राऽपि भगवान् स्याद्वाद एव विजयतेतराम् ।
इत्थमभिधानभेदबीजोपदर्शनेन उभयत्र यथार्थाभिधानता ‘सिद्धस्य गतिः चिन्तनीया' इति न्यायतः । સમ્મર્થિતા . ઉપચાર = આરોપ કરીને “દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ' ગ્રંથમાં પાંચમા પર્યાયાર્થિકનયનું “નિત્યશુદ્ધ પર્યાયાર્થિકનયે આવું નામ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ હોય તેમ જણાય છે. તથા દેવસેનજીએ તો “નિત્ય પર્યાયને ગ્રહણ કરે તો પાંચમો પર્યાયાર્થિક વાસ્તવમાં શુદ્ધપર્યાયાર્થિક ન બની શકે. તેથી પાંચમો પર્યાયાર્થિક જ્ઞાનાદિ શુદ્ધ પર્યાયોને પણ ક્ષણિકત્વરૂપે જ ગ્રહણ કરે’ - આવા આશયથી પાંચમા પર્યાયાર્થિકમાં અનિત્યશુદ્ધપર્યાયાર્થિકત્વની વિવક્ષા કરીને “અનિત્યશુદ્ધપર્યાયાર્થિકન' આવું નામ પ્રસ્તુત નયનું રાખેલ હોય તેવી સંભાવના જણાય છે.
GIR મહોપાધ્યાયજીની કલમની કમાલ છે (મો) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજનો અભિપ્રાય એવો જણાય છે કે નિરુપાધિક પર્યાયો જ શુદ્ધ પર્યાય કહેવાય. તથા કર્મ વગેરે ઉપાધિથી જન્ય ન હોવાના કારણે નિરુપાધિક પર્યાયોનો ઉચ્છેદ | થવાને કોઈ અવકાશ નથી. આમ આત્માના નિરુપાધિક = સ્વાભાવિક કેવલજ્ઞાનાદિ પર્યાયો નિત્ય છે. તથા પાંચમો પર્યાયાર્થિકનય નિત્યપર્યાયનો ગ્રાહક હોવા છતાં પણ વિષયગત શુદ્ધિનો વિષયમાં 11 = પાંચમા પર્યાયાર્થિકનયમાં ઉપચાર કરીને તેમણે પાંચમા પર્યાયાર્થિકમાં શુદ્ધત્વની વિવક્ષા કરી હોવાથી “નિત્યશુદ્ધપર્યાયાર્થિક આવું નામ સંગત જ છે – આવું જણાય છે. આમ પાંચમાં પર્યાયાર્થિકનયમાં રસ પોતાના શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ અનિત્યત્વ અને પોતાના વિષયના સ્વરૂપની અપેક્ષાએ નિત્યત્વ માની શકાય છે. તેથી સર્વત્ર વિજયી ભગવાન સ્યાદ્વાદ જ પ્રસ્તુતમાં અત્યંત વિજય પામે છે.
હી શિષ્ટકર્તવ્યનું પાલન કરીને (લ્ય.) મહોપાધ્યાયજીએ અને દેવસેનજીએ પાંચમા પર્યાયાર્થિકનયના જે વિભિન્ન નામો દર્શાવેલા છે, તેનું ‘સિદ્ધચ તિઃ વિન્તનીયા' - ન્યાયથી ઉપરોક્ત રીતે સમર્થન અહીં અમે નામભેદનું કારણ દર્શાવવા દ્વારા કરેલ છે. જે બાબત પ્રસિદ્ધ હોય તેનો વિવેકદષ્ટિથી સમન્વય થાય તો તેનું યોગ્ય સમર્થન કરવું એ શિષ્ટ પુરુષનું કર્તવ્ય છે. તે રીતે પ્રસિદ્ધ નામભેદનું અહીં સમર્થન કરેલ છે.
નયશુદ્ધિ સ્વરૂપસાપેક્ષ અને વિષયસાપેક્ષ છે. સ્પષ્ટતા - પર્યાયાર્થિકનય શુદ્ધ તો જ કહેવાય જો તે ક્ષણિક પર્યાયને ગ્રહણ કરે. આમ પર્યાયાર્થિકનયના શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ પાંચમા પર્યાયાર્થિકમાં અનિત્યતા આવે. આમ દેવસેનજીનું