Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* अनादिनित्यपर्यायस्य पारमार्थिकता
६८१
इदञ्चात्राऽवधेयम् – अनादिनित्यपर्यायार्थिकनयेन पर्याये नित्यत्वं न विधीयते किन्तु यथा पु द्रव्यार्थिकनयो नित्यद्रव्यं सत्स्वरूपेण अभ्युपगच्छति प्रतिपादयति च तथैव पर्यायार्थिकप्रथमभेदो अनादिनित्यपर्यायं सत्स्वरूपेण अभ्युपैति, प्ररूपयति च । ततश्चाऽयं मेरुगिरि - देवविमानादिलक्षणस्य पुद्गलपर्यायस्य अनादिनित्यतया परमार्थसद्रूपतामभ्युपैति प्रतिपादयति च ।
रा
म
एतेन रत्नप्रभादिपृथिवीलक्षणाः पुद्गलपर्याया अपि व्याख्याताः, पुद्गलस्थित्यपेक्षयाऽनित्यत्वेऽपि शु तथाविधसंस्थानापेक्षया नित्यत्वेन एतन्नये परमार्थसद्रूपत्वात् ।
क
'ननु रत्नप्रभापृथिव्या द्रव्यार्थिकनयेनैव नित्यत्वमुक्तम्, न तु पर्यायार्थिकनयेन । तदुक्तं जीवा - અનાદિનિત્યપર્યાય પારમાર્થિક જી
(વ.) પ્રસ્તુતમાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. તે એ છે કે અનાદિનિત્યપર્યાયાર્થિકનય પર્યાયમાં નિત્યત્વનું વિધાન નથી કરતો. પરંતુ જેમ દ્રવ્યાર્થિકનય નિત્યદ્રવ્યને સત્ સ્વરૂપે વાસ્તવિકરૂપે અનુપચરિતરૂપે સ્વીકારે છે તથા અનાદિનિત્યત્વરૂપે તેની પ્રરૂપણા પણ કરે છે તેમ પર્યાયાર્થિકનયનો પ્રથમ ભેદ = પ્રકાર અનાદિનિત્ય એવા પર્યાયને સત્સ્વરૂપે સ્વીકારે છે તથા અનાદિનિત્યત્વરૂપે તેનું પ્રતિપાદન પણ કરે છે. તેથી મેરુ પર્વત, દેવવિમાન વગેરે સ્વરૂપ પૌદગલિક પર્યાય અનાદિનિત્ય હોવાથી પ્રસ્તુત અનાદિનિત્યપર્યાયાર્થિકનય તેને પરમાર્થથી સત્ સ્વરૂપે સ્વીકારે છે, સમજાવે છે. ‘મેરુ પર્વત વગેરે પર્યાયો ૫રમાર્થતઃ અનાદિનિત્યસ્વરૂપે સત્ છે’ આ પ્રમાણે પર્યાયાર્થિકનયનો પ્રથમ ભેદ પ્રરૂપણા પણ કરે છે. * રત્નપ્રભા પૃથ્વીની નિત્યતા અંગે વિચારણા
(તેન.) ‘મેરુ પર્વત વગેરે પુદ્ગલપર્યાયો અનાદિ અનંત છે’ આ બાબતની છણાવટ કરી તેનાથી રત્નપ્રભા વગેરે પૃથ્વી સ્વરૂપ પુદ્ગલપર્યાયોની પણ છણાવટ થઈ ગઈ તેમ સમજી લેવું. કારણ કે રત્નપ્રભા વગેરે પૃથ્વીઓ પુદ્ગલસ્થિતિની અપેક્ષાએ અનિત્ય હોવા છતાં તથાવિધ સંસ્થાનની અપેક્ષાએ તો નિત્ય જ છે. તેથી રત્નપ્રભાપૃથ્વી વગેરે પર્યાયો પર્યાયાર્થિકના પ્રથમ ભેદની દૃષ્ટિએ પરમાર્થસત્ છે. સ્પષ્ટતા :- રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા વગેરે સાત પૃથ્વીઓ શાસ્ત્રમાં નિત્ય કહેવાયેલ છે. હકીકત એ છે કે સાતે પૃથ્વીમાં ગોઠવાયેલા પુદ્ગલ દ્રવ્યો અસંખ્ય કાળચક્ર પછી બદલાઈ જાય છે. કારણ કે દરેક પુદ્ગલ દ્રવ્યો એકની એક અવસ્થામાં અસંખ્ય કાળચક્રો સુધી જ ઉત્કૃષ્ટથી રહી શકે છે. તેથી સાતે ય પૃથ્વીમાં રહેલા પુદ્ગલ દ્રવ્યો અનાદિ અનંત કાળ સુધી તેના તે જ હોય તેવું શક્ય નથી. પરંતુ સાતે ય પૃથ્વીમાં રહેલા તમામ પુદ્ગલ દ્રવ્યો પોતાનો નિવૃત્ત થવાનો સમય આવતા તેમાંથી નિવૃત્ત થાય છે અને નવા પુદ્ગલ દ્રવ્યો તે જ આકારે સાતેય પૃથ્વીમાં પરિણમે છે. તેથી રત્નપ્રભા વગેરે પૃથ્વીનો આકાર બદલાતો નથી. આમ ‘સાતેય પૃથ્વી પોતપોતાના સંસ્થાનની અપેક્ષાએ અનાદિ -અનંત છે’ - તેમ સમજવું. આ પ્રમાણે અનાદિ-અનંત પદાર્થને ગ્રહણ કરનાર શુદ્ધપર્યાયાર્થિકનય કહે છે. છે રત્નપ્રભા દ્રવ્યાર્થથી નિત્ય, પર્ચાયાર્થથી અનિત્ય : પૂર્વપક્ષ છ દીર્ઘપૂર્વપક્ષ
(નનુ.) ‘રત્નપ્રભા પૃથ્વી નિત્ય છે’ આ વાત આગમમાં દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી
1. ‘ननु' इत्यनेन आरब्धस्य पूर्वपक्षस्य समाधानं 'मैवम्' इत्यनेन अग्रे ६८४ तमे पृष्ठे बोध्यम् ।
૬/
:
-
-
=
=
=
णि