Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬૮૦
. संस्थाननित्यताविमर्श: 0 श्रीअभयदेवसूरिभिः “स्थितिसमयानां च पुद्गलानाश्रित्याऽनन्तानामभावाद” (भ.सू.१४/७/५२३ वृ.) इति ।
ततः परतः पुद्गलानां परमाण्वादीनाम् अन्याऽन्यपुद्गलेषु सङ्क्रमो भवत्येवेति मेरुगिरि-देवविमानादि'पुद्गलानां नाऽनाद्यनन्तकालस्थितिः सम्भवति तथापि तत्संस्थानस्याऽनाद्यनन्तकालं यावदपरावृत्तेः - मेरुगिरिप्रमुखानामनाद्यनन्तत्वं सङ्गच्छत एव । इदमेवाऽभिप्रेत्य जीवसमासमलधारवृत्तौ “मेर्वादिस्कन्धानां
तु अनादिकालात् तेन तेन स्वभावेन परिणामाद्” (जी.स.२७० वृ.पृ.२८९) इत्युक्तम् । પણ પુગલની સ્થિતિસમય અનંત નથી.” આનાથી ફલિત થાય છે કે કોઈ પણ પુદ્ગલ દ્રવ્ય એકની એક અવસ્થામાં વધુમાં વધુ અસંખ્ય કાળચક્ર સુધી જ રહી શકે છે. ત્યાર બાદ તે સ્કંધમાં રહેલા તમામ પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્યનો અન્ય અન્ય પુદ્ગલ દ્રવ્યમાં સંક્રમ થાય જ છે. તેથી મેરુ પર્વત, દેવવિમાન વગેરે અવસ્થામાં રહેલા પુદ્ગલ દ્રવ્યોની અનાદિ અનંત કાળ સુધીની સ્થિતિ સંભવી શકતી નથી. તેમ છતાં પણ પ્રથમ શુદ્ધ પર્યાયાર્થિકનયને પ્રસ્તુતમાં મેરુ પર્વત વગેરે પુદ્ગલપર્યાયને અનાદિ નિત્ય તરીકે માન્ય છે. એનું કારણ એ છે કે વર્તમાનમાં જે મેરુ પર્વત વગેરે દેખાય છે, તેમાં રહેલા પરમાણુઓનું અનંતકાળ પૂર્વે કે અનંતકાળ પછી મેરુપર્વતરૂપે અસ્તિત્વ ન હોવા છતાં પણ વર્તમાનમાં મેરુ પર્વત જે આકારે રહેલો છે તે આકાર = સંસ્થાન અનાદિકાલીન છે અને અનંતકાળ સુધી તે આકાર બદલાવાનો નથી. તેથી “સંસ્થાનની અપેક્ષાએ મેરુ પર્વત વગેરે પર્યાય અનાદિ નિત્ય છે' - આવું શુદ્ધ પર્યાયાર્થિકનયનું તાત્પર્ય હોવાથી “મેરુ. પર્વત અનાદિ નિત્ય છે' - આ પ્રમાણે શુદ્ધ પર્યાયાર્થિકનયની વાત સંગત જ છે. આ જ અભિપ્રાયથી G, જીવસમાસવૃત્તિમાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “મેરુ વગેરે સ્કંધો તો અનાદિ કાળથી તે તે (સંસ્થાનાદિ) સ્વભાવરૂપે પરિણમે છે.”
જ પુદ્ગલસ્થિતિ અનિત્ય, આકાર નિત્ય છે સ્પષ્ટતા - પુગલસ્વરૂપે પુદ્ગલ દ્રવ્ય નિત્ય છે. પરંતુ કોઈ પણ પુદ્ગલ દ્રવ્ય એકની એક અવસ્થામાં અનંતકાળ સુધી રહી શકતું નથી. અસંખ્ય કાળચક્ર પસાર થાય એટલે તમામ પુદ્ગલોએ પોતાની અવસ્થા છોડવી જ પડે. અસંખ્ય કાળચક્ર પૂરા થાય એટલે મેરુ પર્વત વગેરે અવસ્થામાં રહેલા પુદ્ગલસ્કંધે પણ જુદા-જુદા પરમાણુ વગેરે રૂપે બનવું જ પડે. અનંત કાળ પસાર થાય તેની પૂર્વે દરેક પુગલસ્કંધદ્રવ્ય અવશ્ય સ્વતંત્ર પરમાણુ બને. અર્થાત મેરુ પર્વતમાં રહેલા તમામ પુદ્ગલોએ અસંખ્ય કાળચક્ર પછી અવશ્ય સ્વતંત્ર પરમાણુ અવસ્થાને ધારણ કરવી જ પડે. તેથી અનંત કાળચક્ર પૂર્વે મેરુપર્વતમાં જે પરમાણુ વગેરે મુદ્દગલ દ્રવ્યો હતા, તે તમામ વર્તમાનકાલીન મેરુ પર્વતમાં હોય જ – તેવું તો ન જ બને. તેમ છતાં લાખ યોજનનો મેરુ પર્વત જે આકારે અનંત કાળ પૂર્વે હતો, તે જ આકારમાં વર્તમાન કાળે છે અને અનંત કાળ પછી પણ તે જ આકારે રહેવાનો છે. મેરુ પર્વતમાં રહેલા પુદ્ગલો કાળક્રમે રવાના થતા જાય તથા મેરુ પર્વતનો જે આકાર છે તે આકારરૂપે નવા-નવા પરમાણુ વગેરે પુદ્ગલદ્રવ્યો પરિણમતા જાય. આમ મેરુ પર્વતમાં રહેલા પરમાણુ વગેરે પુગલ દ્રવ્યો બદલાય છે પણ આકાર બદલાતો નથી. તેથી આકારની દૃષ્ટિએ મેરુપર્વત અનાદિ-અનંત છે.