________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ પૂજા
( ૩૧ )
સાતમી ઢાળનો અર્થ અનેક પ્રકારના વાજીંત્રો બજાવતા નૈવેદ્યના થાળ લાવીને પ્રભુની આગળ ધરવા કે જેથી જ્ઞાનાવરણય કર્મનું નિવારણ થાય. એ કર્મનું નિવારણ થવાથી આઠ રુચકપ્રદેશ જે સદા નિર્મળ રહે છે તેનામાં ને અન્ય અસંખ્ય આત્મપ્રદેશે જે કર્મવર્ગણાથી વ્યાસ છે તેમાં અંતર છે તે દૂર થાય છે, એટલે બધા આત્મપ્રદેશે એકસરખા નિર્મળ થાય છે ત્યારે સાંઈ જે પ્રભુ તે નિવાજ્યા (પ્રસન્ન થયા) એમ સમજવું; કારણ કે તેઓ જિનશાસનના રાજા છે. ૧. અજ્ઞાની જ પુન્ય-પાપને ભેદ જાણી શકતા નથી. નય, ગામ ને ભંગની પ્રરૂપણાના સંબંધમાં જે હઠવાદે તાણે છેહઠવાદ કરે છે તેવા જ પોતાને જ વખાણે છે અને કર્મના અંધ-ઉદયને તથારૂપે સમજતા નથી. ૨. એવા અજ્ઞાની જીવે જ્ઞાનની આશાતના કરે છે, જયણ પાળતા નથી અને મેહની જાળમાં પડેલા હોવાથી સુગુરુના વચનને પણ સહતા નથી. તેવા જીવે અનંત કાળે પણ ફરી વાર મનુષ્ય ભવ નીહાળી શકતા નથી અર્થાત્ પામતા નથી. ૩. અજ્ઞાની અને માટે સિદ્ધાંતમાં રોહિતજાતિના *મસ્યની ઉપમા આપી છે. તે મત્સ્ય જેમ સૂર્યનું દર્શન કવચિત્ પામી શકે છે તેમ જે જ્ઞાનદશા પ્રાપ્ત થાય તે
* રહિત જાતિના મત્સ્ય ભસમુદ્રમાં થાય છે. તે પ્રમાદમાં પડવા જ રહે છે. જળની સપાટી ઉપર આવતા જ નથી કે જેથી સૂર્યને દેખે. પરંતુ જ્યારે મોટા મચ્છીમારે મોટા વહાણ લઈને મોટા મોટા મને જાળમાં પકડવા આવે છે ને બે વહાણની વચ્ચે લંબાણ જાળ નાખે છે ત્યારે તેમાં સંખ્યાબંધ માં સપડાઈ જાય છે. તેમને આસ્વર સાંભળીને તે બહાર આવે છે ને વજી જેવી દાવડે જાળને તેડી નાખીને નકામી બનાવે છે અને સર્વ મત્સ્યને તેમાંથી થ્યા કરે છે.
For Private and Personal Use Only