________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય દિવસ-વેદનીય કર્મ-નિવારણ પૂજા. (૮૧)
ઢાળનો અર્થ ત્રિશલા માતા વારંવાર પિતાની સખીઓને કહે છે કેવીર કુંવરની વાત કોને કહીએ? ઘરમાં તો તે બેસી રહેતો જ નથી અને શરીર બહુ સુકુમાળ છે. બાલ્યાવસ્થાથી રાજાને– તેના પિતાના લાડકે છે, રાજાને મનગમત છે. ચેસઠ ઈદ્રોએ તેને મલ્હાવ્યું છે મેરુપર્વત ઉપર લઈ જઈને જન્માભિષેક કર્યો છે. ઇંદ્રાણીઓએ તેને પારણામાં હલાવ્યું છે. તે પુત્ર માટે થતાં રમવા ગયે. ત્યાં તે લોકોને અનેક ઉછાંછળા છોકરાઓ મળ્યા, તે કેમ રહી શકે? તેની માવડીઓને પણ શું કહીએ? જે કાંઈ કહીએ તે ઉલટા અદેખા થઈએ પણ તે છોકરાઓ સાથે કીડા કરતાં એક મિથ્યાત્વી દેવ મારા પુત્રની પરીક્ષા કરવા આવ્યું. તે છોકરાઓ આમલકી ક્રીડા કરતા હતા. તેમાં વૃક્ષ ઉપર ચડવાનું હતું, તેથી એક વૃક્ષ જેની ઉપર વીરકુંવર ચડવાના હતા તે વૃક્ષની સાથે મોટા ભેરીંગ(સર્પ)નું રૂપ કરીને તે દેવતા વીંટાણો, એટલે તેને જોતાં જ બધા છોકરાઓ ભાગી ગયા. વીરકુંવરે તે તેને હાથવડે ઝાલીને ખેંચ્યું અને દૂર ફેંકી દીધે, એટલે પેલે પિશાચ(દેવ) કુમારે ભેગે રમવા માટે બાળકનું રૂપ કરીને આવ્યા અને રમતમાં હારીને મારા કુંવરને ખભે ઉપાડો. પછી એકદમ મેટા તાડનું રૂપ કરીને ઉછળે. તેનું આવું કૃત્રિમ રૂપ જોઈ વીરકુંવરે તેના માથામાં એક મુષ્ટિ એવી મારી કે તે એકદમ સકે ચાઈને બાળક જેવડે થઈ ગયે અને વરકુંવર તેના ખભા ઉપરથી ઉતરી પડ્યા. આ પ્રમાણે વાત સંભળાઈ છે.” ત્રિશલા માતા મેજમાં આવીને આનંદમાં આવીને આ પ્રમાણે સખીઓને કહેતા હતા અને
મારા પુત્રની તમે તે સંભાળ જ લેતા નથી” એમ ઓળ દેતા હતા. તેમ જ ક્ષણે ક્ષણે-વારંવાર પ્રભુનું નામ લેતા હતા
For Private and Personal Use Only