________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્વાણ કલ્યાણ નિવેદ્ય પૂજા. (૩૫૯) . એ પ્રમાણે પૃથ્વીતળને પાવન કરતા-વિચરતાં છેલ્લું ચોમાસું જાણીને પાશ્વપ્રભુ સમેતશિખરગિરિએ આવ્યા અને જાણે મેક્ષમહેલરૂ૫ ઘરના પગથિયા પર અનુક્રમે ચડતા હોય તેમ તે પર્વત ઉપર ચડ્યા. પ.
પછી તેત્રીશ મુનિવરેની સાથે એક માસનું અણુસણ કરીને શ્રાવણ સુદી ૮ ને દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને રોગ આવે તે કાર્યોત્સર્ગ મુદ્રાએ રહેલા પ્રભુ મુક્તિસુંદરીને વર્યા અર્થાત્ મેક્ષે ગયા અને સાદિઅનંત સ્થિતિવાળું અક્ષય સુખ પામ્યા. અહીંથી એક સમયે સમણિએ જ સિદ્ધગતિમાં જીવ જાય છે એને માટે નિકમાં એવા ચાર દૃષ્ટાંત (પૂર્વપ્રયાગ, ગતિપરિણામ, બંધન છેદ અને અસંગરૂપ) આપેલા છે તે વિસ્તારથી સમજવા યોગ્ય છે. ૬-૭,
પ્રભુ નિર્વાણ પામ્યા તે વખતે આસનકંપથી તે હકીક્ત જાણીને બધા ઇદ્રો ત્યાં આવે છે અને ક્ષીરસમુદ્ર વિગેરેના પાણી મંગાવે છે. પછી તે જળવડે પ્રભુને ઉપલક્ષણથી સાથે નિર્વાણ પામેલા ગણધરના તેમ જ મુનિએના શરીરને પણ
સ્નાન કરાવી, વિલેપન કરી, વસ્ત્રાભૂષણવડે શણગારે છે. પ્રભુના શરીરને દેવદુષ્ય વસ્ત્રવડે શેાભાવીને શિબિકામાં પધરાવે છે. તે વખતે વાજીંત્ર, નાટક ને ગીતગાન કરવામાં આવે છે. પછી શિબિકામાંથી પ્રભુના શરીરને ઉતારી ચંદનની રચેલી ચયમાં પધરાવે છે અને ઇંદ્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવ તેમાં અગ્નિ -ઉત્પન્ન કરે છે. વાયુકુમાર વાયુ વિકુવે છે. એ રીતે પ્રભુના શરીરને અગ્નિસંસ્કાર કરે છે. આ બધી ભક્તિ ઇંદ્રાદિક દેવે શેક સહિત કરે છે. ૮–૯.
પછી મેઘકુમારના દેવ જળ વરસાવીને ચયને ઠારી દે છે.
For Private and Personal Use Only