________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે હતા. તે શ્રાવક-શ્રાવિકાએ ત્રણ કાળ જિનપૂજા કરતા હતા અને નિરંતર-દરરોજ અનેક પ્રકારના નૈવેદ્યનો થાળ પ્રભુની પ્રતિમા પાસે ધરતા હતા. ૧-8.
આઠમી ઢાળને અર્થ આ પૂજાના પ્રારંભમાં કર્તા કહે છે કે–હે ધર્મરંગના રસિયા ધમીજને! બરાબર રંગને રસ જાગે છે પરંતુ તે રંગ આત્મિક હોવાથી કેઈની પાસે કહી શકાય કે બતાવી શકાય તેવું નથી, કારણ કે જે વેધક-વેધ કરવાના પ્રયત્નવાળા હોય છે તે જ વેધકતાને પામે છે. અર્થાત્ વેધ્યને વીંધી શકે છે, તે સિવાયના બીજા તે બેઠા બેઠા વા ખાય છે, તેને કાંઈ વેધ્યને વીંધવાની ખબર પડતી નથી. અહીં નિર્વાણપદ મેળવવારૂપ રાધાવેધ સાધવાનો છે તેને જે બરાબર જાણે છે તે જ સાધી શકે છે, બીજા તે જોઈ-જોઈને પાછા જ વળે છે. એમ સમજવું. ૧.
ભગવંતની દેશનાથી કેત્તર ફળ મેક્ષફળની પ્રાપ્તિ થાય છે એ પ્રભુને મહામેટે ઉપકાર સમજવાનું છે. એવી રીતે ઉપકાર કરતા કેવળજ્ઞાનદીવાકર પ્રભુ અનેક દેવેના પરિવાર સહિત ભૂમિતળ પર વિચરે છે. સુવર્ણના કમળ ઉપર પગ સ્થાપના કરે છે તેમ જ માર્ગમાં જળના બુંદને અને કુસુમને આ આછો વરસાદ થયા જ કરે છે. માથે દે છત્ર ધરી રહ્યા છે. બે બાજુ ચામર વીંજી રહ્યા છે. માર્ગના વૃક્ષે પણ નમીને પ્રભુને નમસ્કાર કરે છે. પ્રભુની વાણું પાંત્રીશ ગુણવાળી હોય. છે તેથી તેવી વાણીવડે ઉપદેશ કરીને પ્રભુએ અનેક જીને તાર્યા છે. મનુષ્ય, મનુષ્યણું, દેવે ને અપ્સરાએ પ્રભુની આગળ મનહર નાટક કરે છે. ૨–૪
For Private and Personal Use Only