________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજ-સાથે
એટલે તે સ્થાનકે ઇંદ્ર સૂપ કરાવે છે. અને પિતા પોતાના કલ્પ પ્રમાણે દાઢ, દાંત વિગેરે ઇંદ્રાદિ દેવે લઈ જાય છે. તે સ્વર્ગમાં ચૈત્યર્થંભમાં રહેલા મણિના ડાબડામાં રાખીને તેની સેવા-પૂજા કરે છે. અહીં પ્રભુના નિર્વાણ વખતે ભાવ ઉદ્યોત નાશ પામવાથી દે દીવા કરવાવડે દ્રવ્ય ઉદ્યોત (દીવાળી) કરે છે. ૧૦.
ઇંદ્રાદિક દેવે ત્યાંથી નંદીશ્વરીપે જાય છે. ત્યાં મેક્ષાનંદ કલ્યાણકને નિમિત્તે અદૃઈમહોત્સવ કરી સ્વસ્થાને જાય છે. પૂજાના કર્તા પંડિત વીરવિજયજી કહે છે કે-શ્રી વીરપરમાત્માના અને શ્રી પાર્શ્વનાથના નિર્વાણ વચ્ચે અઢીશે વર્ષનું આંતરું છે અર્થાત્ શ્રી પાર્શ્વનાથને નિર્વાણ પછી અઢી વર્ષે શ્રી વીર પ્રભુ નિર્વાણ પામે છે. ૧૧
ગીતને અર્થ પ્રભુ પાર્શ્વનાથના નામથી સર્વત્ર ઉત્સવ, રંગ ને વધામણા થાય છે. એમના પાંચે કલ્યાણકને મહત્સવ ઈંદ્રાદિકેએ ચતે પરિણામે કર્યો છે. પાશ્વપ્રભુ એકંદર સો વર્ષનું આયુષ્ય ( ૩૦ વર્ષ ગૃહવાસમાં ને ૭૦ વર્ષ શ્રમણાવસ્થામાં) પાળીને અક્ષયપદને પામ્યા છે. હે પ્રભુ! તમારા ચરણની સેવા-ભક્તિ કરવામાં હું ખામી રાખતું નથી-અવિચ્છિન્ન કરું છું. એવી સાચી ભક્તિથી હે પ્રભુ ! તમે એક વાર મારા પર રીઝે કે જેથી શુભવીરને એટલે મારે મનવાંછિતને મેળે મળે અર્થાત્ વાંછિતની પ્રાપ્તિ થાય. ૧-૩.
- કાવ્યને અર્થ પૂર્વ પ્રમાણે. મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-હું નેવેદ્યવડે એ પરમાત્માની પૂજા કરું છું.
* શિબિકા, ચય ને યૂભ—બધુ ત્રણ સંખ્યામાં જાણવું. (૧ તીર્થ કરની, ૨ ગણધરોની અને ૩ શેષ મુનિઓની.)
For Private and Personal Use Only