________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચ્યવન કલ્યાણકેન્થલપૂજા
(૩૨૫).
રાત્રીએ પિતાની સુખશય્યામાં આનંદપૂર્વક વિશ્રામ લેતા (નિદ્રાવશ થયેલા) એવા વામામાતાએ મેટા ચૌદ સ્વપ્ન દીઠાં. ૧-૨. હવે તે સ્વપ્નનું વર્ણન કરે છે.
બીજી ઢાળને અર્થ પાર્શ્વપ્રભુ ગર્ભમાં આવ્યા અને માતાએ સ્વપ્ન જોયા તે વખતે વસંતઋતુ ચાલતું હોવાથી કર્તા પ્રથમ વસંતઋતુનું વર્ણન કરે છે–શ્રેષ્ઠ એવા વસંતઋતુના ( ચૈત્ર અથવા ફાગણ) માસમાં સર્વે વનરાજી ફળવતી થઈ છે, રાયણ ને આંબાના વૃક્ષને પણ ફળ આવ્યા છે. કેતકી, જાઈ ને માલતીના પુષ્પોની ઉપર ભમરાએ ઝંકાર કરી રહ્યા છે, હંસના યુગળ જળમાં ઝીલે છે (ન્હાય છે) અને આંબાની ડાળ ઉપર બેસીને મધુર સ્વરે બેલી રહ્યા છે તેમજ મંદ મંદ પવન વાઈ રહ્યો છે તેવે વખતે તેવા શીતળ પવનની લહેરમાં માતાએ સ્વપ્ન જોયા. ૧-૨. - હવે તે સ્વપ્ન નામ સાથે વર્ણવે છે–પ્રથમ સ્વપ્ન ઉજજવળ એ હાથી દીઠે, બીજે સ્વને ગુણવાન એ વૃષભ દીઠે, ત્રીજે સ્વને કેસરીસિંહ દીઠે, એથે સ્વને મહંત (શ્રેષ્ઠ) એવી શ્રીદેવી-લક્ષ્મીદેવી દીઠા, પાંચમે સ્વપને પુષ્પની માળાનું યુગળ દીઠું, છઠું સ્વપને રોહિણીના સ્વામી(ચંદ્ર)ને
ઠે, સાતમે સ્વને ઊગત-રક્તવણી સૂર્ય દીઠે, આઠમે સ્વપ્ન પવનવડે લહકતી–ફરફરતી દવજા દીઠી, નવમે સ્વને ઉજજવળ એ રૂપાને કળશ દીઠે, દશમે સ્વને પદ્મ સરોવર (જે ચૂદ્ધહિમવંત પર્વત ઉપર છે તે) દીઠું, અગ્યારમે સ્વપને રત્નાકર-રત્નની ખાણુરૂપ સમુદ્ર દીઠા, બારમે સ્વને દેવના નિવાસયુક્ત–દેવવાળું (ખાલી નહીં એવું) વિમાન દીઠું, તેરમે સ્વને રત્નને ગંજ એટલે ઢગલા દીઠે અને ચૌદમે સ્વપને નિર્ધમ અગ્નિ દીઠે. એ સ્વપ્ન આકાશમાંથી ઉતરતા અને પિતાના મુખમાં પ્રવેશ કરતા જોયા. ૩-૬
For Private and Personal Use Only