________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મકલ્યાણકે–અક્ષતપૂજા
(૩૨૯). તૃતીય પૂજાનો અર્થ
દુહાને અર્થ વામા માતા પિતાને શુભ ચૌદ સ્વપ્ન આવ્યાના ખબર અશ્વસેન રાજાને આપવાથી તેમણે સૂર્યોદય થયો ત્યારે સુપનપાઠકને રાજસભામાં બોલાવ્યા અને ચૌદ સ્વપ્નના અર્થ–તેથી પ્રાપ્ત થનારું ફળ સાંભળીને તેમને વાંછિત દાન આપી વિસર્જન કર્યા–રજા આપી. ૧. - અહીં વામા માતાના ઉદરરૂપ સરેવરમાં હંસ સમાન ત્રેવીશમા તીર્થકર ત્રણ જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ) સહિત ઉત્પન્ન થયા અને દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. ૨.
વામામાતાને ઉખન્ન થતા ડેહલાઓ (ગર્ભના પ્રભાવે થતી શુભેચ્છાઓ) અશ્વસેન રાજાએ પૂર્ણ કરી અને માતા સખી. ઓના સમૂહ સાથે જિનેશ્વરની પૂજા અક્ષત ધરીને તેના સ્વસ્તિકાદિ કરીને કરવા લાગ્યા તેમ જ ચામર અને પંખા પણ વીં જવા લાગ્યા. ૩
- ત્રીજી ઢાળને અર્થ આ પૂજાના પ્રારંભમાં જે બે પદ મૂક્યા છે તે આંકણીના છે એટલે દરેક ગાથાને અંતે બેલવાના છે. તેને અર્થ એ છે કે–પ્રભુના જન્મના હર્ષદાયક સમાચાર સાંભળીને રમતી અને ગમતી એટલે પરસ્પર પ્રીતિવાળી બે સખીઓ પરસ્પર કહે છે કે- હે સખી! આજે તે અનુપમ એવી દીવાળીને દિવસ છે તેથી આપણે બંને મળીને તાળીઓ દઈએ, રાસ લઈએ અને આનંદ કરીએ.”
અનેક પ્રકારે લીલવિલાસમાં એટલે આનંદમાં વર્તતાં પિસ દશમની (ષિ વદિ ૧૦-ગુજરાતી માગશર વદિ ૧૦ ની) રહી
For Private and Personal Use Only