________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૪) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાર્થ નિકાયને સ્વામી ધરણેન્દ્ર થયે–પ્રભુએ તેને ધરણેન્દ્ર બનાવ્યું.
ત્યાં તે દેવ સંબંધી ઘણું ઋદ્ધિને સ્વામી થયે. ૧૭ - અન્યદા વસંતઋતુમાં પાર્શ્વકુમાર પ્રભાવતી રાણી સાથે ઉદ્યાનકડા કરવા ગયા. ત્યાં એક વનમાં પ્રવેશ કર્યો અને એક સુંદર પ્રાસાદ દેખીને તેમાં જઈને બેઠા. તે પ્રાસાદમાં કરેલા ચિત્રામણામાં રાજીમતીને છોડીને નેમિનાથજીએ કૌમારાવસ્થામાં જ ચારિત્ર ગ્રહણ કર્યું તેવું ચિત્ર જોઈને પાર્શ્વકુમારનું ચિત્ત વૈરાગ્યવાસિત–આદ્ધ થઈ ગયું. તે જ વખતે લેકાંતિક દે પિતાને ક૯૫ (આચાર) જાણીને ત્યાં આવ્યા. અને પ્રભુને કહ્યું કે-“હે સ્વામી ! આપને સંયમ લેવાને અવસર પ્રાપ્ત થયેલ છે હવે તેમાં વિલંબ બહુ ડે (માત્ર એક વરસને) જ છે.” પાર્શ્વકુમારે તેના કથનને સ્વીકાર કર્યો એટલે તેઓ સ્વસ્થાને ગયા. પ્રભુ પણ પોતાના મહેલમાં આવ્યા. આ હકીકત ઉપરથી પોતાના સ્વામી પાર્શ્વકુમાર તરતમાં જ દીક્ષા લેશે એમ જાણીને પ્રભાવતી ક્ષણે ક્ષણે રુદન કરવા લાગી, પરંતુ પ્રભુને તેની કાંઈ અસર થઈ નહીં. તેમણે તે માતાપિતાને પિતાની પરિસ્થિતિ બરાબર સમજાવીને તેમની આજ્ઞા મેળવી. પછી વરસીદાન દેવા માંડયું. અનેક દીન અને દુઃખી મનુષ્યને સુખી કર્યા અને જગતના દારિદ્રને ચૂરી નાખ્યું. (તેમણે દાનમાં દરરોજ એક ક્રોડ ને આઠ લાખ સેનૈયા આપ્યા. એ પ્રમાણે આખા વર્ષમાં ૩૮૮ કોડે ને ૮૦ લાખ દ્રવ્ય દાનમાં આપ્યું.) તે સઘળું દ્રવ્ય ઇંદ્ર પૂર્યું અર્થાત્ ઈંદ્ર ધનદ લેકપાળને આજ્ઞા કરી, તેણે પોતાના સેવકે તિર્ય
ભક દેવેને આજ્ઞા કરી, તેમણે અનેક સ્થાનેથી બીનવારસી દ્રવ્ય લાવી લાવીને પ્રભુના મંદિરમાં પૂર્યું. તે પ્રભુએ દાનમાં આપ્યું. પૂજાના છેલ્લા પદમાં શુભવીર શબ્દથી કર્તાએ પિતાનું નામ સૂચવ્યું છે તેમ જ તે શબ્દ હરિના-ઇંદ્રમા અથવા પ્રભુના વિશેષણ તરીકે પણ સમજવા ગ્ય છે. ૧૮-૨૨.
For Private and Personal Use Only