________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળજ્ઞાન કલ્યાણકે-દીપક પૂજા ( ૩પ૩) પ્રભુના શરીર ઉપર કમળ ચડાવ્યા. ૨. ત્યાં કળિકડ નામનું * તીર્થ થયું અને હાથી મરણ પામીને દેવગતિને પામ્યું. ત્યાંથી આગળ વિહાર કરતા પ્રભુ કસુંભ” નામના વનમાં પધાર્યા. ત્યાં ધરણેન્દ્ર પ્રભુ પાસે આવ્યા. તેણે વિનયપૂર્વક પ્રભુને વંદના કરી. પછી ત્રણ દિવસ સુધી પ્રભુના મસ્તક ઉપર ફણુનું છત્ર કરીને રહ્યા અને ત્યાં અહિચ્છત્રા નામે નગરી વસાવી. પછી તાપસના ઘરની (આશ્રમની) પાછળ ચાલતાં ચાલતાં એક વડવૃક્ષની નીચે પ્રભુ રાત્રિવાસો રહ્યા. ૨-૪.
હવે એ અવસરે કમઠ તાપસ જે પંચાગ્નિ તપ તપતે હતું અને જે મરણ પામીને મેઘમાળી નામે દેવ થયે છે તે વિભાગજ્ઞાનવડે પ્રભુને જોતાં પૂર્વભવનું વૈર જાગૃત થવાથી ત્યાં આવ્યું. તેણે સર્પ, વીંછી વિગેરે વિકુવને અનેક પ્રકારના ઉપસર્ગો કર્યા પરંતુ પ્રભુની છાતી તે તેણે નિશ્ચળ દીઠી જરા પણ નરમ પડેલી દીઠી નહીં એટલે વધારે ગાઢ ઉપસર્ગ કરીને ચળાવવાનો નિરધાર કર્યો. આકાશમાં પાણીની ભરેલી વાદળીઓ વિકુવી અને વરસાદને ગજારવ થવા લાગ્યું. વિજળીઓ વારંવાર ચમકવા લાગી. વરસાદ મુશળધારાએ વરસવા માંડ્યો. એટલે પાણીને કેઈ સ્થાને સમાસ ન થવાથી તે ઊંચું વધતું ગયું. અનુક્રમે પ્રભુની નાસિકા સુધી જળ આવ્યું, પ્રભુ તે નિશ્ચળ જ રહ્યા. તે વખતે ધરણે પિતાની ઈંદ્રાણુ સહિત ત્યાં આવ્યા. તેણે પ્રભુને થયેલા જળના ઉપસર્ગનું નિવારણ કરી પ્રભુની પૂજા કરી. મેઘભાળીને હાંકી કાઢયો. તે વખતે મેઘમાળીને પણ તીર્થકરને કરેલા ઉપસર્ગથી બાંધેલા મહાપાપથી ધ્રુજ છૂટી એટલે તે પ્રભુ પાસે આવ્ય, પ્રભુને ખમાવ્યા અને પ્રભુની ભક્તિ કરીને
* કળિ–કરી એટલે હાથી અને કુંડના સાગરૂપ તીર્થ સમજવું. * કસુંબાના વૃક્ષાવાળું વન.
For Private and Personal Use Only