________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૪)
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે
કાવ્ય પૂર્વ પ્રમાણે. मंत्र: ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय जलं यजामहे स्वाहा ॥
ચતુર્થ પૂજાને અર્થ
દુહાનો અર્થ દિશાકુમારિકાના મહત્સવ પછી ઇંદ્રકૃત અથવા દેવકૃત જન્મેચ્છવનું વર્ણન આવે છે. પ્રભુને જન્મ થયો તે જ રાત્રે સૌધર્મ ઈદ્રનું આસન કપાયમાન થયું તેથી તે વિશાળ એવું વિમાન રચીને તરત જ પ્રભુના જન્મછવ માટે આવે છે. ૧
* ચેાથી ઢાળને અર્થ પ્રથમ સૌધર્મેન્દ્ર પ્રભુનો જન્મ થયે જાણીને સર્વ દેવોને જણાવવા માટે હરિëગમેથી દેવ પાસે સુષા ઘંટા વગડાવે અને ઉદ્દેષણ કરાવે. તે સાંભળીને સર્વ દેવ-દેવીએ ઈંદ્ર પાસે આવે
એકત્ર થાય. પછી પાલક નામના દેવ પાસે એક લાખ જનનું વિમાન ચાવે. તેને ચનાર પાલક દેવ હોવાથી તે વિમાનનું નામ પણ પાલક જાણવું. પછી ઇંદ્ર ત્યાંથી પાર્શ્વપ્રભુનું મુખ જેવા અને ભવભવના સંચિત કરેલા પાપને ખેવા–તેને નાશ કરવા પ્રભુને ઘરે આવે. હવે કર્તા ઇંદ્રને આવવાના માર્ગનું વર્ણન કરે છે.
જ્યારે ઇંદ્ર પાલક વિમાનમાં મધ આસને બેસી, બીજા સર્વ દેને એગ્ય સ્થાને બેસાડી ત્યાંથી ચાલે છે તે વખતે અનેક દેવે જુદા જુદા ટેળામાં મળીને મુખવડે મંગલિક શબ્દ બેલતા તેની સાથે ચાલે છે. તે દેવેમાં કેટલાક સ્ત્રીની પ્રેરણાથી આવે છે, કેટલાક મિત્રની પ્રેરણાથી આવે છે, કેટલાક પોતાના ભાવથી આવે છે, કેટલાક ઇંદ્રના હુકમથી આવે છે, કેટલાક ભક્તિભાવથી
For Private and Personal Use Only