________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મકલ્યાણકે-જળપૂજા
(૩૩૫)
આવે છે અને કેટલાક કૌતુક જોવા માટે આવે છે. તે દેવતાઓ કેટલાક ઘોડા ઉપર, કેટલાક પાડા ઉપર, કેટલાક કેશરીસિંહ ઉપર, કેટલાક હાથી ઉપર, કેટલાક સર્પ ઉપર, કેટલાક ગરુડ ઉપર, કેટલાક બેકરા ઉપર એમ અનેક પ્રકારના પોતપોતાને મનગમતા વાહન * ઉપર બેસીને આવે છે. તે વખતે આકાશ વિસ્તીર્ણ છતાં વાહનો અને વિમાનવડે સાંકડું લાગવા માંડયું, તે જોઈને કેટલાક દે ઊંચે સ્વરે બોલે છે કે-“ભાઈ ! પર્વના દિવસે તે સાંકડા હાય. ૧-૫
તે સર્વ દે અહીં તિછલેકમાં આવે એટલે ઈંદ્ર પિતાનું પાલક વિમાન કે જે લાખ જનનું છે તે નંદીશ્વરદ્વીપે રાખે. બીજા દેવે ત્યાંથી પરભાર્યા મેરુપર્વત ઉપર જાય. ઈંદ્ર એકલા નાનું વિમાન રચીને અલ્પ પરિવાર સાથે પ્રભુની માતાના ઘરે આવે. પ્રથમ વિમાન સહિત તે ઘરની પ્રદક્ષિણા દઈને પછી ઈંદ્ર માતા પાસે આવી તેમને અને જિનને (પ્રભુને) વંદે-નમસ્કાર કરે. ત્યારપછી માતાને અવસ્થાપિની નિદ્રા આપી, પ્રભુનું પ્રતિબિંબ માતા પાસે મૂકી સૌધર્મેદ્ર પાંચ રૂપ કરે. તેમાંના એક રૂપે પ્રભુને હાથમાં ધારણ કરે, એક રૂપે પ્રભુને માથે છત્ર ધરે, બે રૂપે બે બાજુ રહી ચામર વીંજે અને એક રૂપે આગળ વજ ઉછાળતા ચાલે. (જો કે ત્યાં બીજા દેવે અનેક હોય છે પણ બધે લાભ પિતાને એકલાને જ લેવાની ઈચ્છાથી ઈક આ પ્રમાણે પાંચ રૂપ કરે છે.) એ રીતે પ્રભુને મેરુપર્વત ઉપર લાવી પાંડુકવનમાં રહેલી અતિપાંડુકમલા નામની શિલા ઉપર દક્ષિણ બાજુએ રહેલા શાશ્વતા સિંહાસન ઉપર પ્રભુને ખોળામાં લઈને સૌધર્મેદ્ર બેસે. તે વખતે બાકીના ૬૩ ઈંદ્રો પોતપોતાના આસન કંપવાથી * * આ વાહનરૂપે થયેલા તેમના સેવક દેવો સમજવા. દેવલોકમાં તિય છે જ નહી.
For Private and Personal Use Only