________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મકલ્યાણકે-જળપૂજા
(૩૩૭)
લઈ જેમ લાવ્યા હતા તેમ પાછા લઈ જઈને માતાની પાસે મૂકે. અવસ્થાપિની નિદ્રા અને પ્રતિબિંબ હરી લઈ, કુંડળ ને વસ્ત્રની જેડી પ્રભુના ઓશીકા પાસે મૂકે. રત્નમય ગેડીદડે રમવા માટે મૂકે. બત્રીશ કોડ રત્ન ને રૂપિયાની વૃષ્ટિ કરે. પછી ઇંદ્ર કહે કે માતા સાથે કે તેમના પુત્ર (તીર્થકર) સાથે જે કઈ ખેદ ધરશેવિરેધકારી કાર્ય કરશે તેમનું મસ્તક છેદવામાં આવશે. ૧૧
આ પ્રમાણે કાર્યો કરી પ્રભુના અંગૂઠામાં અમૃતને સંચાર કરી સૌધર્મેદ્ર નંદીશ્વરદ્વીપે જાય. ૬૩ ઇદ્રો મેરુપર્વત પરથી પરભાર્યા ત્યાં આવે અને ત્યાંના ૪ અંજનગિરિ, ૧૬ દધિમુખ અને ૩૨ રતિકર પર્વત ઉપર પોતાના અધિકાર પ્રમાણે જૂદા જૂદા અષ્ટાહ્નિકા મહત્સવ કરે. પછી સ્વસ્થાને જાય.
પ્રાત:કાળે અશ્વસેન રાજાને પુત્રજન્મની વધામણી આપવામાં આવી. તે સાંભળી ઘણા હર્ષિત થઈને અશ્વસેન રાજ ઘરેઘરે તેરણે બંધાવે. દશ દિવસ સુધી અનેક પ્રકારના ઉત્સવ કરે. બારમે દિવસે જ્ઞાતિવર્ગને જમાડે અને પછી તેમની સમક્ષ પુત્રનું પાશ્વ કુમાર નામ સ્થાપન કરે. એ પ્રમાણે શુભ અને વીર (પરાક્રમી) એવા પ્રભુને સર્વત્ર વિજય ને જયજયકાર થાય. ૧૨-૧૩
કાવ્યને અર્થ પૂર્વ પ્રમાણે. આ મંત્રનો અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–અમે પ્રભુની જળ વડે પૂજા કરીએ છીએ.
* આ નામ માતાના બંને પાસાં (પડખાં) પ્રભુ ગર્ભમાં આવ્યા પછી વિશેષ સુંદર થયા હતા તે ઉપરથી પાડવામાં આવેલ છે.
For Private and Personal Use Only