________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મકલ્યાણક-અક્ષતપૂજા (૩૩) એ દ્વીપના મધ્ય ભાગમાં પર્વત છે. તે પર્વત ઉપર પૂર્વ ભાગમાં રહેનારી આઠ દિશાકુમારિકાઓ આવે. આવીને પ્રભુ સહિત માતાને નમી દર્પણ લઈ ને પૂર્વ દિશાએ ઊભી રહે. પછી તે જ પર્વત ઉપરના દક્ષિણ ભાગમાં રહેનારી આઠ કુમારિકાઓ આવે. તે પુત્ર સહિત માતાને નમી હાથમાં પૂર્ણકળશ લઈને દક્ષિણ દિશાએ ઊભી રહે. પછી તે જ પર્વત ઉપરથી પશ્ચિમ દિશામાં રહેનારી આઠ કુમારિકાઓ આવીને પ્રભુ સહિત માતાને નમી હાથમાં પંખા લઈને પશ્ચિમ દિશામાં ઊભી રહે. પછી તે જ પર્વત પરથી ઉત્તર દિશામાં રહેનારી આઠ કુમારિકાઓ આવી પ્રભુ સહિત માતાને નમી ચામર હાથમાં લઈને ઉત્તર દિશામાં ઊભી રહે. પછી તે જ પર્વત પર ચારે વિદિશામાં રહેનારી ચારે કુમારિકાઓ આવી, પુત્ર સહિત માતાને નમી, હાથમાં દીપક લઈને ચારે વિદિશામાં એકેક ઊભી રહે.
પછી ચકદ્વીપમાં નીચેના ભાગમાં રહેનારી ચાર કુમારિકાઓ આવે. તે માતાને નમીને પ્રસૂતિઘરની સમીપે ત્રણ કેળના ઘર બનાવે. તેમાંના પ્રથમના ઘરમાં માતાને પુત્ર સહિત લાવી સુગંધી તેલ વિગેરેનું મર્દન કરે છે. પછી બીજા ઘરમાં લઈ જઈ ઉત્તમ જળવડે સ્નાન કરાવે-ન્ડવરાવે. પછી ત્રીજા ઘરમાં લઈ જઈ, શરીર લૂછી ઉત્તમ વસ્ત્રાલંકારવડે વિભૂષિત કરે.
ત્યારપછી અરણીના કાષ્ઠવડે અગ્નિ નીપજાવી ચંદનના કાષ્ઠને બાળી તેની રક્ષા કરીને તેની એક પિટલી માતાને હાથે અને એક પિટલી પુત્રને બાંધે અને આખા મહેલને શણગારે ૧-૭
પછી પ્રભુના મુખરૂપ કમળ ઉપર લટકાળી અમરી જે દેવાંગનાઓ તે જાણે ભમરી જેવી ન થઈ હોય તેમ માતાને વચમાં બેસાડી તેની ફરતી પુદડી લેતી રાસ રમે અને મુખથી કહે કે-“હે માતા ! તમે ત્રણે જગતની માતા છે, જગતમાં દીપક જે પ્રકાશ કરનાર પુત્રરૂપ દીપકને ધરનારા છે. હે
For Private and Personal Use Only