________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૬)
ચેસઠ પ્રકારી પૂજા-સાથે
| | ક્યમ્ . भवति दीपशिखापरिमोचनं, त्रिभुवनेश्वरसमनि शोभनं । स्वतनुकांतिकरं तिमिरं हरं, जगति मंगलकारणमातरं ॥१॥ शुचिमनात्मचिदुज्वलदीपकै-ज्वलितपापपतंगसमूहकैः । स्वकपदं विमलं परिलेभिरे, सहजसिद्धमहं परिपूजये ॥२॥ ___ मंत्र-ॐ ह्रीं श्री परम परमे० जन्म० श्रीमते० नीचगोत्रोदयनिवारणाय दीपं यजामहे स्वाहा ॥
પાંચમી દીપક પૂજાને અર્થ
દુહાને અર્થ કાગડાની સબત કરવાથી હંસ પક્ષી રાજાના બાણને ભેગા થઈ પડ્યો અને પ્રાણુ ગયા. * વળી જેમ ગંગાજળ સમુદ્રમાં ભળવાથી ખારું થાય છે તેમ ઉત્તમ જીવ પણ નીચ કુળમાં ઉપજવાથી નીચપણને પામે છે. ૧.
ઢાળને અર્થ ફાનસમાં રાખેલ દીપકની જાતિ પ્રભુ પાસે ધરીને હું મનેહર એવી દીપક પૂજા કરું છું અને કહું છું કે–હે પરમાત્મા ! હવે હું નીચ કુળમાં નહીં રહું-નહીં ઉત્પન્ન થાઉં. આજ સુધી તો મેં આપની પૂજા અરુચિભાવે કરેલી તેથી નીચ કુળમાં ઉપજતો હતે. હે પ્રભુ! તમારી આગળ જેણે દીપક ધ નહીં તેને નાપિક અર્થાત્ વાળંદ થઈને હાથમાં મસાલ લઈ બીજા પાસે ઊભા રહેવું પડે છે. જેણે તમારી શુદ્ધ જળવડે
* આ કથા પાછળ આપવામાં આવી છે.
For Private and Personal Use Only