________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૦) ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથા
આ પ્રમાણે વિચાર કરતાં શિવરાજર્ષિ પિતાના આશ્રમમાં આવી, સઘળા ઉપકરણે લઈ, મહાવીર પ્રભુના ચરણકમળથી પુનિત સહસ્સામ્રવનમાં આવી પહોંચ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા ઇ વંદન–નમસ્કાર કરવાપૂર્વક હસ્તાંજલિ જોડી તેમની સન્મુખ બેઠા. પ્રભુએ સંશય નિવારક સુધામયી દિવ્ય દેશના સંભળાવી. તે ધર્મ સાંભળી શિવરાજર્ષિ પ્રતિબંધ પામ્યા અને તરત જ ઈશાન કેણમાં જઈ તાપસના સઘળા ઉપકરણોનો ત્યાગ કરી પિતાની મેળે પંચમુષ્ટિ લેચ કર્યો. પ્રભુએ સ્વહસ્તે પ્રત્રજ્યા અર્પણ કરી,
સ્થવિર મુનિએ પાસે અનુક્રમે સામાયિક આદિ અગિયાર અંગે ભણ્યા અને છેવટે સર્વ કર્મને વિલય કરી શિવરાજર્ષિ અક્ષય અને અવ્યાબાધ સુખના ભક્તા થયા.
નિદ્રાના ઉદયથી વિનાશ પામવા ઉપર (સંબંધ પૃષ્ઠ પર)
૩. ભાનુદત્ત પૂર્વધરની કથા એક આચાર્યના શિષ્ય ભાનુદત નામના હતા. તેઓએ ગુરુ સમીપે ચૌદ પૂર્વના અભ્યાસ કર્યો હતે. અન્યદા તેમને નિદ્રાને પ્રબળ ઉદય થયે. એટલે સંધ્યાકાળ થાય ત્યારથી તેની આંખે ઘેરાવા માંડે, ઝોકાં ખાય. ગુરુ સાવચેત કરે, પ્રતિક્રમણ કર્યા પછી ગુરુ પૂર્વના પાઠ કરી જવા પ્રેરણા કરે, પણ નિદ્રાના પ્રબળ ઉદયથી તે પાઠ ન કરતાં ઊંઘી જાય. સાવધાન ન રહે. આ પ્રમાણે ઘણુ વખત ઠપકો આપવાથી તેને પિતાની ભૂલ ન સૂઝી, પણ ગુરુ ઉપર અભાવ આવ્યું. એટલે એક વાર ગુરુમહારાજે ઠપકો આપે, ત્યારે સામું બેલ્યા કે મને જ એક દીઠે છે, જેથી મને જ ઠપકો આપે છે. બીજાઓને કાંઈ કહેતા નથી. ” આવાં તેનાં વચનથી ગુરુ
For Private and Personal Use Only