________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૮) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ પણ તે બધા નિષ્ફળ ગયા. છેવટે તે નંદશ્રેષ્ઠી મૃત્યુ પામ્યું અને તે પિતાની બંધાવેલી નંદવાપિકામાં જ ગર્ભજ પંચેંદ્રિય દેડકો થયે. વાવમાં કીડા કરતાં તે દરને ઘણા લોકેનાં મુખથી તે વાપિકાનું વર્ણન સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે આત્મનિંદા કરવા લાગ્યો– “અરે! મને ધિક્કાર છે! મેં સર્વ વ્રતની વિરાધના કરી, પણ હવે તે વ્રત પાછા આ ભવમાં સ્વીકારું” આ વિચાર કરી તેણે પોતાની બુદ્ધિથી અભિગ્રહ લીધે કે “આજથી નિરંતર છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરી પારણું કરવું, અને પાણી પણ નંદાપુષ્કરણમાં નહાવાથી ઘણા લોકાના પસીના વિગેરે મેલ પડવાને લીધે કલુષિત થઈને પ્રાસુક થયેલું હોય તે જ વાપરવું.” આ પ્રમાણે વર્તવાને નિશ્ચય કર્યો. તેવામાં લેકનાં મુખથી શ્રી વિરપ્રભુનું આગમન સાંભળી તે દેડકે વાવમાંથી નીકળી તેમને વંદન કરવા ચાલ્યો. માર્ગમાં શ્રેણિક રાજાના અશ્વના ડાબા પગ નીચે તે દબાયે; તેથી તરત જ એકાંતે જઈ નમુથુર્ણ ઈત્યાદિ સ્તુતિવડે ધર્માચાર્યને નમી, સર્વ પાપને આવી, અણસણવડે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દરાંક નામે દેવ થયે. તે દેવ અહીં આવ્યો હતે. હે ગૌતમ! તેણે પૂર્વભવમાં કરેલા શુભ ધ્યાનાદિથી આવી સંપત્તિ પ્રાપ્ત કરી છે. હવે તે ચાર પપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ ભવને ક્ષય કરીને મેક્ષ જશે.”
આયુમની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૧૩૩) ૧૬. સંજીવની બુટી ચરાવનાર સ્ત્રીની કથા
શંખપુરીમાં શંખ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને યશેમતી નામે સ્ત્રી હતી. તેની ઉપર તે શેઠને સ્નેહ ન હોવાથી તે
For Private and Personal Use Only