________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંજીવની બૂટી ચરાવનાર સ્ત્રીની કથા
(૨૮)
નાર બની છે
થશે મતાના પરચે.
તે
બીજી સ્ત્રી પરણ્યા. તે બીજી સ્ત્રી પર બહુ સ્નેહ થવાથી ચોમતીની સામું પણ ન જુએ એવું થઈ ગયું, એટલે ચોમતી નિરંતર દુ:ખી રહેવા લાગી. અન્ય કોઈ મંત્રવાદી પુરુષ મળતાં યશોમતીએ તેની બહુ સેવા કરી અને પિતાનું દુઃખ વર્ણવી બતાવ્યું, એટલે તેણે મંત્રવાળા મૂળિયાં આપ્યાં કે જે ખવરાવવાથી મનુષ્ય બળદ થઈ જાય. યશોમતીએ ઉત્તમ રસોઈ તૈયાર કરી તેમાં પેલા મૂળિયા ભેળવી દીધા અને તે રસે પોતાના પતિને જમાડી, જેને પરિણામે તે બળદ થઈ ગયે. આ વાત બીજી સ્ત્રીએ રાજાને જણાવી. રાજાએ ચમતીને બોલાવીને બહુ ઠપકે આપે. તેણે કહ્યું કે-“મેં શકય સંબંધી અસહ્ય દુખના આવેશમાં આ કાર્ય કરી નાખ્યું છે પણ હવે હું બહુ પસ્તાઉં છું.” પછી રાજાએ તે બળદને સારી રીતે જાળવવાની અને બની શકે તે પાછે પુરુષ કરવાની ભલામણ કરીને તેને વિદાય કરી. - હવે યશોમતી તે બળદ થયેલા પિતાના પતિને જાળવતી હતી અને બહાર ચરવા લઈ જતી હતી, ત્યાં દુ:ખમાં દબાયેલી રુદન પણ કરતી હતી. એક દિવસ કેઈ વિદ્યાધર ને વિદ્યાધરી ત્યાંથી આકાશમાર્ગે નીકળ્યા. વિદ્યાધરીએ યશેમતીને રેતી જઈને સ્ત્રી જાતિ તરીકે તેના પર દયા આવવાથી પિતાને પતિને પૂછયું કેહે સ્વામિન્ ! આ સ્ત્રી કેમ રુવે છે?” વિદ્યાધરે તેનું કારણ કહી બતાવ્યું, એટલે વિદ્યાધરીએ આગ્રહ કરીને કહ્યું કે- જો તમે તેનું કંઈ પણ નિવારણ જાણતા હે તે કહે.” એટલે તેણે કહ્યું કે-“તે સ્ત્રી બેઠી છે ત્યાં જ એક મૂળિયું છે, તે ખવરાવવાથી પાછા તે પુરુષ થઈ જાય તેમ છે.” આ વાત યશોમતીએ સાંભળી. એટલે પિતાની પાસેના બધા મૂળિયાં ભેગા કરી અકેક અકેક તે બળદને ખવરાવવા લાગી. તેમાંથી વિદ્યાધરે કહેલું મૂળિયું
For Private and Personal Use Only