________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચ્યવન કલ્યાણક-પુષ્પ પૂજા (૩ર૧) સર થઈને શાશ્વતા જિનેની નંદીશ્વર દ્વીપ * વિગેરેમાં અનેક પ્રકારે પૂજા–ભક્તિ કરી. ૨-૩.
ગશાસ્ત્રમાં કહ્યું છે કે–દેવેનું જ્યારે છ માસ આયુ બાકી રહે ત્યારે પુષ્પમાળા કરમાવા વિગેરે ચિહ્નોથી તે પોતાને ચ્યવન સમય નજીક જાણે છે. એટલે પિતાને ત્યાંથી ચ્યવીને ઉપજવાનું સ્થાન અવધિજ્ઞાનવડે જોતાં દેવપણું કરતાં (તિર્યંચમાં અથવા મનુષ્યના ગર્ભમાં ઉપજવારૂપ) ઘણું કનીષ્ટ હોવાથી તે સ્થાન દેખીને અનેક પ્રકારનું દુઃખ ઉત્પન્ન થાય છે, પરંતુ જિનેશ્વરના જીવ દેવને પિતાનું ઉત્પત્તિસ્થાન જોતાં તેવું દુઃખ ઉતપન્ન થતું નથી કારણકે તે સ્થાન તે પિતાના આત્માની ઉન્નત સ્થિતિ લાવનારું મહાઉત્તમ હોય છે. ૪.
પાશ્વજિનના જીવને ઉપજવાનું સ્થાન કેવું હતું ? તે વર્ણવે છે. મુક્તિપુરીએ જવાના માર્ગમાં વીસામે લેવા માટે શીતળ છાયાવાળી હોય તેવી અને ગંગાના જળવડે નિર્મળ ગણતી તીર્થની ભૂમિ કે જ્યાંના તીર્થજળવડે ચૈત્ય એટલે અનેક જિનબિંબને અભિષેક કરતા અને તે મિષે પિતાના સુકૃતરૂપી વૃક્ષને સિંચન કરતા એવા ભક્તિવંત અનેક જીવે ભવસમુદ્રને તરી ગયા છે, ત્યાં વારણ ને અંસી એ નામની બે નદીની વચમાં વસેલી હોવાથી જેનું નામ વારાણસી અથવા કાશી છે. તે નગરીમાં અશ્વસેન નામે રાજા છે અને તેમને વામાદેવી નામે રાણું છે કે જે મહાસતી છે તેમજ કરતિ જેવી રૂપવંત છે અને જૈન ધર્મમાં દઢ મતિવાળી છે. આવું તેમનું ઉપજવાનું સ્થાન હતું. ૫-૬.
હવે અહીં કર્તા બીજી વાત કરે છે કે–પાશ્વપ્રભુના જીવ
* તદુપરાંત વિહરમાન વીશ તીર્થકરાના ચાર ચાર કલ્યાણકામાં લાભ લેવાને વખત પણ મળ્યા છે. ૪ કામદેવની સ્ત્રી.
For Private and Personal Use Only