________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચ્યવન કલ્યાણકે પુષ્પ-પૂજા
( ૩૧૯).
ગત વીશીમાં દાદર નામના નવમા તીર્થંકર થઈ ગયા છે તેમના મુખથી અષાઢી નામના શ્રાવકે સાંભળ્યું કેતમે આવતી અવસર્પિણુના ચેથા આરામાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ થશે ત્યારે તેઓ કેવળજ્ઞાન પામીને સમવસરણમાં બિરાજશે તે વખતે તેમના ગણધર થઈને શિવવધૂના કંત થશે અર્થાત્ મોક્ષપદને પામશે.” એટલા ઉપરથી તે શ્રાવકે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી-કરાવી અને તેની સુવિહિત (શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેના આચારવિચારવાળા) આચાર્યની પાસે *અંજનશલાકા કરાવી. તે વખતે કરવામાં આવેલા પંચકલ્યાણકના મહાન ઉત્સવથી જાણે તેમણે તેઓ તીર્થકર થાય ત્યારે પિતાની કાર્યસિદ્ધિ કરી આપવાનું વચન જ લીધું ન હોય ! ૩-૫
સિદ્ધસ્વરૂપનું રમણ કરવા માટે અર્થાત્ તેની પ્રાપ્તિ માટે એ અપૂર્વ (નૌતમ) * પ્રતિમા છે. તેનું સ્થાપન કરીને તેના પંચકલ્યાણકને ઉત્સવ જે ભવ્ય પ્રાણી કરે છે–તેને પૂજે છે તેને ધન્ય છે. ૬
ઈંદ્રાદિક દેવે પણ તીર્થકરના કલ્યાણક પ્રસંગોએ અહીં આવી કલ્યાણકને ઉત્સવ કરી તે હર્ષની પૂતિ નિમિતે નંદીશ્વર દ્વીપે જઈ ત્યાંના શાશ્વત ચિત્યની પૂજા કરે છે. (ત્યાં અષ્ટાન્ડિકા મહોત્સવ કરે છે.) અમે પણ તે જ રીતે–તેને અનુસરીને કલ્યાણના ઉત્સવ યુક્ત એવી રચના રચશું–કરશું કે જેથી દુર્જનરૂપી સર્પ પણ માથું ધુણાવશે–આશ્ચર્યચકિત થશે. અને સજજનના મનમાં અત્યંત પ્રેમ ઉત્પન્ન થશે. ૭-૮
* અંજનશલાકા કરાવ્યા પછી જ પ્રતિમા પૂજનિક થાય છે.
* આ પ્રતિમા શ્રી નેમિનાથજીના વખતમાં જરાસંધે યાદવ સિન્ય ઉપર મૂકેલી જરા તેમના હવણ જળથી નાશ પામી ત્યારે કૃષ્ણ હર્ષિત થઈ શંખ ફુકાય ત્યારથી શંખેશ્વરના નામથી પ્રસિદ્ધ થયેલ છે.
For Private and Personal Use Only