________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ.
વળગી પડી. પછી તેને દુઃખભાર શાંત થતાં “આ કેમ બન્યું? તેમ તેની માતાએ તેને પૂછયું. * સરસુંદરીએ પિતાની વીતક વાત જણાવતાં કહ્યું: “હે માતા! તમે મને અહીંથી તમારા જમાઈ સાથે આનંદથી વિદાય કરી. અમે સુખશાંતિએ શંખપુરી પહોંચ્યા પણ તે દિવસ ગામમાં પેસવાનું મુહૂર્ત ન હોવાથી ગામ બહાર રહ્યા. સેવક પુરુષે નિશ્ચિત થવાથી પિતપતાના સંબંધીઓને મળવા ગયા. મધ્યરાત્રીએ ચેર લકોની ધાડ પડી તે વખતે તમારા જમાઈ ભાગી ગયા અને ચારે મને પકડી ગયા. તેમણે મને નેપાળમાં લઈ જઈને બજારમાં સાર્થવાહને વેચી. તેણે બઅર કુળમાં લઈ જઈને વેચી. એક વેશ્યાએ ખરીદ કરી, તેણે મને નાટક શિખવ્યું અને નટડી કરી. ત્યાનાં રાજા મહાકાળને નાટક બહુ પ્રિય છે, તેથી તેની નોકરીમાં નાટકના પેડામાં હું રહી. તેણે શ્રીપાળ રાજા ત્યાં આવ્યા ત્યારે તેને પોતાની પુત્રી મદનસેના પરણાવી. તેના દાયજામાં નાટકના નવ પેડાં આપ્યાં, તેમાં મને પણ આપી. ત્યારથી શ્રીપાળકુમાર પાસે નાટક કરતાં આટલા દિવસો ગયા. આજે બધું કુટુંબ દેખીને મારું હૃદય હાથ ન રહ્યું, મારું દુઃખ દનદ્વારા તમારી પાસે નિવેદન કર્યું. હે માતા! તે વખતે મયણનું દુ:ખ દેખી મેં સુખી થવાને મદ કર્યો હતો, તેને બદલે મને યથાગ્ય મળ્યો. મારે મયણાના પતિના દાસ થવું પડ્યું. મારું અભિમાન મને જ નડ્યું. | હે માતાપિતા ! આપણું કુટુંબમાં મયણ એક વિજય પતાકા સમાન છે કે જેનું શિયળ મૃગદળની જેમ મઘમઘાટ કરી રહ્યું છે. મયણને જૈનધર્મરૂપ કલ્પવૃક્ષ ફળે અને મને મિથ્યાત્વરૂપ વિષવૃક્ષ ફળે. એક સમુદ્રમાં જ નિષ્પન્ન થયેલ અમૃત ને વિષ જેટલે અમારા બેમાં અંતર પડ્યો. મયણ આપણા કુળની લાજ વધારવામાં મણિની દીપિકા જેવી થઈ
For Private and Personal Use Only