________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૪) ચેસઠ પ્રકારી પૂજ–અંતર્ગત કથાઓ તું તારું સમગ્ર રાજ્ય અને તમામ ઋદ્ધિ આપી દે તે પણ જેમ કેઈ અધ ખરીદ કરવા જાય તેની લગામની કિંમત થાય તેટલી થાય–અશ્વની કિંમત તે બાકી રહે, અર્થાત્ કઈ પણ રીતે તું તેનું સામાયિક વેચાણ લઈ શકે તેમ નથી. શુદ્ધ સામાયિક અમૂલ્ય છે, તેની કિંમત આંકી શકાતી જ નથી.” આ પ્રમાણેને ઉત્તર મળવાથી શ્રેણિક રાજા નિરાશ થઈ પાછા આવ્યા.
પૂર્વે બાંધેલું લાભાંતરાય કર્મ આ ઉત્તમ શ્રાવકને પણ વેદવું પડયું એ આ કથાનું રહસ્ય છે. તેણે લાભાંતરાય કર્મ શું કરવાથી બાંધ્યું હતું? તે તેને પૂર્વભવ જાણવામાં ન હોવાથી લખી શક્યા નથી.
ઉપભેગાંતરાયના ઉદય ઉપરની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૧૯૯)
૨૨. સુરસુંદરીની કથા - શ્રીપાળરાજાના સાસરા માનવાધિપતિ પ્રજાપાળ રાજાને બે પુત્રીઓ હતી. ૧ મયણાસુંદરી ને ૨ સુરસુંદરી. મયણાસુંદરીને
જ્યારે કુછી થયેલા શ્રીપાળરાજાને આપી તે વખત સુરસુંદરી કુરુજંગલ દેશના રાજા શંખપુરીના સ્વામી અરિદમન રાજાને આપી હતી. એ હકીકત પ્રજાપાળ રાજાની રાજસભામાં બંને પુત્રીએ ભણીગણી પ્રવીણ થઈને આવી ત્યારે બની હતી. તે આ પ્રમાણે-રાજાએ કહ્યું કે “હે પુત્રીએ! હું તમારી ઉપર પ્રસન્ન થયે છું માટે માગે, તમને વાંછિત આપું. હું નિર્ધનને ધનવાન કરું, રાજાને રંક કરું અને આ સર્વે સુખભેગ ભેગવે છે તે બધા મારી કૃપાથી જ ભેગવે છે. આના જવાબમાં સુરસુંદરીએ તેમના કહેવાનું અનુમેદન આપ્યું એટલે તેને ઉપર જણાવેલા રાજપુત્ર સાથે પરણાવી. તે વખતે માથું ધૂણાવતી અને મૌન રહેલી
For Private and Personal Use Only