________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણિયા શ્રાવકની કથા
(૩૩)
હતા. તેની દ્રવ્યથદ્ધિ કેવી શ્રેષ્ઠ હતી તે ઉપર એક પ્રસંગ બતાવેલ છે, તે આ પ્રમાણે એક દિવસ સામાયિક કરતાં ચિત્ત બરાબર સ્થિર થતું ન હોવાથી શ્રાવકે શ્રાવિકાને પૂછયું કે
આજે ચિત્ત બરાબર સ્થિર કેમ થતું નથી ? આપણું ઘરમાં કાંઈ અનીતિનું અથવા અદત્ત દ્રવ્ય-વસ્તુ આવી છે?” શ્રાવિકાએ બહુ વિચાર કરીને કહ્યું કે-“બીજું તો કાંઈ આવેલ નથી પણ આજે માર્ગમાં અડાયા છાણા પડ્યા હતા તે હું લાવી છું ને ઘરમાં મૂક્યા છે.” શ્રાવકે કહ્યું કે “તમે ભૂલ કરી, એ છાણુ તે રાજદ્રવ્ય ગણાય. તે આપણાથી લેવાય નહીં, માટે એને પાછા રસ્તા પર નાખી દેજો અને હવે પછી લેશે નહીં.” આટલી હકીકત ઉપરથી વાચક બંધુઓ ન્યાયપાર્જિત દ્રવ્યને ખ્યાલ કરી લેશે એવી આશા છે.
તેના સંબંધમાં બીજો એક પ્રસંગ ખાસ જાણવા જેવું છે. શ્રેણિક રાજાને જ્યારે પોતે મરણ પામીને નરકે જવાના છે” એવી ખબર પડી ત્યારે નરકે કઈ રીતે ન જવાય?” એના ઉપાયે તેણે મહાવીર પ્રભુને પૂછયા. પ્રભુએ બીજા ઉપાય બતાવવા સાથે એક ઉપાય પુણિયા શ્રાવકનું એક સામાયિક વેચાણ લેવાથી પણ નરકે જવું ન પડે એ બતાવ્યું. બીજા ઉપાયમાં નાસીપાસ થવાથી શ્રેણિક રાજાએ પુણિયા શ્રાવકને બોલાવ્યા અને તેનું એક સામાયિક વેચાણ આપવા કહ્યું, એટલે તેણે વિચક્ષણતાથી જવાબ આપે કેઃ “આપ વેચાણ માગે છે તો હું આપવાની ના પાડી શકતું નથી, પરંતુ તેની કિંમત શું લેવી તે હું જાણતો નથી, તેથી જેમણે તમને સામાયિક વેચાણ લેવાનું કહ્યું હોય તેમને તેની કિંમત પૂછી આવે.” શ્રેણિક રાજા તરત જ પ્રભુને તેની કિંમત શું આપવી? તે પૂછવા ગયા, એટલે પ્રભુએ કહ્યું કે: “હે રાજન!
For Private and Personal Use Only