________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૨)
ચેસઠ પ્રકારી પૂજા–અંતગત કથાઓ
પછી બધા લેકોએ મળીને શ્રેયાંસને પૂછયું કે –“ તમને આ પ્રમાણે આહાર આપવાની ખબર ક્યાંથી પડી ? ” એટલે શ્રેયાંસે જાતિસ્મરણ જ્ઞાન થયાની અને તે ઉપરથી પ્રભુ સાથે પૂર્વની આઠ ભવના સંબંધની હકીકત કહી બતાવી. લકે બહુ પ્રસન્ન થયા. ત્યારથી મુનિદાનની પ્રવૃત્તિ શરૂ થઈ. આ વિષે વધારે હકીક્ત શ્રી કલ્પ સૂત્રના સાતમા વ્યાખ્યાનની ટીકામાં શ્રી ઋષભચરિત્રમાંથી જાણવી.
લાભાંતરાયના ઉદય ઉપરની પૂજા (સંબંધ પૃષ્ઠ ૧૯૭)
૨૧. પુણિયા શ્રાવકની કથા રૂની પણ વેચીને તેમાં મળતા માત્ર ૧રા દોકડા (બે આના) થી જ સતેષ રાખીને આજીવિકા ચલાવનાર પુણિ શ્રાવક મહાવીર પરમાત્માને ખરેખ ભક્ત હતા અને પ્રથમ પંક્તિને શ્રાવક હતો. રૂની પૂણી વચવાથી જ તે પુણિયે કહેવાતું હતે. લાભાંતરાયના ઉદયથી જ તેને વધારે પ્રાપ્તિ થતી નહોતી, પરંતુ તેણે તેટલી આવકમાં જ સંતોષ માન્યો હતો. તે સ્ત્રી ભર્તાર બે જણ હતા દરરોજ સ્વામીવછળ કરવાના હેતુથી એકાંતરે બંને જણ ઉપવાસ કરતા હતા એટલે કે જે દિવસે પુરુષ ઉપનવાસ કરે તે દિવસે સ્ત્રી જમતી હતી તેથી તેનું સ્વામીવચ્છળ થતું હતું અને જે દિવસ સ્ત્રી ઉપવાસ કરે તે દિવસ પુરુષ જમતો હતું તેથી તેનું સ્વામીવછળ થતું હતું. તદુપરાંત બે આનામાંથી પણ કાંઈક બચાવીને દરરોજ પ્રભુ પાસે ફૂલના પગર ભરતા હતા-ફૂલ ચઢાવતા હતા. તે સંબંધમાં કહ્યું છે કે – * જેમ પુણિયે શ્રાવક રે, સંતોષ ભાવ ધરે;
નિત્ય જિનવર પૂજી રે, ફૂલના પગર ભરે. તે સ્ત્રી-ભત્તર દરરોજ એક સાથે બેસીને સામાયિક કરતા
For Private and Personal Use Only