________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમસેન રાજાની કથા
(૩૧૧)
વાત-પિતા
સામાભિ
આ ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નગરીમાં વસેન નામે રાજા હતા તેને સુભદ્રા નામે રાણી હતી. તે રાણીની કુક્ષિમાં શક્તિસિંહને જીવ પુત્રપણે ઉત્પન્ન થયે. તેનું ભીમસેન નામ પાડયું. ભીમસેનને જિનવલ્લભ નામે એક બીજે ના ભાઈ હતો. જ્યારે ભીમસેન યૌવનાવસ્થા પામ્યું ત્યારે તે પ્રજાની સ્ત્રીઓનું તથા દ્રવ્યનું હરણ કરીને પ્રજાને પડવા લાગ્યું. લોકોએ તેની રાજાને ફરિયાદ કરી. રાજાએ ઘણી શિખામણ આપી પણ તે અપકૃત્યથી પાછા હઠયો નહિ. અંતે લેકની ચાલુ ફરિયાદથી રાજાએ તેને કારાગૃહમાં નાખ્યો. અમુક સમયે તે કેદમાંથી છૂટયો, એટલે માત-પિતાને તેણે મારી નખાવ્યા. રાજ્ય ઉપર બેસી કુમિત્રોના પરિવારથી પરિવૃત્ત થઈને તે મદ્યાદિકમાં અને પરસ્ત્રીહરણમાં આસક્ત મળે, તેથી લેકે તથા સામંતોએ એકઠા થઈને તેને દેશનિકાલ કર્યો અને તેના અનુજ બંધુ જિનવલ્લભને ગાદીએ બેસાડ્યા.
પૂર્વે બાંધેલ અંતરાય કર્મના ઉદયથી ભીમસેન રાજ્યમાંથી નીકળ્યા પછી બહુ દુઃખી થવા લાગ્યો. પૃથ્વીપુરમાં તે એક માને ઘેર નોકર રહ્યો, પણ ચેરીના વ્યસનથી તેને ત્યાંથી કાઢી મૂક્યા. ત્યારપછી તે ઈશ્વરદત્ત વ્યાપારીને ત્યાં કરી રહ્યો. તેની સાથે દરિયાની મુસાફરી કરતાં તેનું વહાણ પ્રવાળાના અંકુરામાં
ખલિત થયું. સાહસિક ભીમસેન વહાણને ત્યાંથી ચલાવવા પર્વત ઉપર ચઢયો અને ભારંડ પક્ષીઓને ઉડાડયા. લેભથી પર્વત ઉપર ચઢેલ તે ત્યાંથી સમુદ્રમાં પડે અને એક માસ્યની પીઠ મળી જતાં તે સમુદ્રને બીજે કાંઠે નીકળે. ત્યાં કાંઠા ઉપરના જળાશયમાંથી જળપાન કરી તે શાંત થયે.
પછી તે જંગલમાં ફરતાં તેને એક ત્રિદંડી મળે અને રત્નની ખાણ દેખાડવાને લાભ દેખાડીને તેને ખાણમાં ઉતાર્યો. તેણે આપેલ રતને લઈને તે ત્રિદંડીએ ઉપરથી દેરડું કાપી
For Private and Personal Use Only