________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧)
ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ
પ્રકારે આરાધના જ કરવી. તેમની વિરાધના કરવાથી કષ્ટ પ્રાપ્ત થાય છે, અંતરાય કર્મ બંધાય છે અને ઉદય આવે તે વખતે ભોગવવું બહુ આકરું લાગે છે. મુનિ મહારાજની આરાધના કરવાથી ઈષ્ટની સિદ્ધિ થાય છે, અંતરાયને ક્ષય થાય છે અને સર્વ પ્રકારની સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ભીમસેન રાજાને આગલા ભવમાં મુનિમહારાજની અઢાર ઘડી સુધી વિરાધના કરવાથી રાજપુત્ર થયા છતાં અઢાર વર્ષ સુધી દુઃખ ભોગવવા પડ્યાં, કેઈ સ્થળે સંપત્તિ વિગેરે ઘણું મળ્યું તો પણ અંતરાય કર્મના ઉદયથી તેને ભેગ કે ઉપભેગ કરી શકયા નહિ.
ભીમસેન રાજાને જીવ આગલા ભવમાં આ ભરતક્ષેત્રમાં પ્રતિકાનપુરમાં શક્તિસિંહ નામે રાજા હતો. મેટી રાજ્યઋદ્ધિ અને સુંદર રાણીઓથી શોભતે ન્યાયનીતિપુર:સર તે રાજ્ય ચલાવતા હતો. એક વખતે તે જંગલમાં શિકાર કરવા ગયે, તે વખતે એક હરણને તીર મારવા જતાં હરણ તે સ્થળેથી નાસી ગયું. રાજા તેની પાછળ પડ્યો. હરણ ઝાડીમાં અદશ્ય થયું તે સ્થળે વૃક્ષ નીચે એક મુનિમહારાજને કાર્યોત્સર્ગ ધ્યાને સ્થિત થયેલા તેણે દીઠા. “ હરણ કઈ દિશા તરફ ગયું?” તેમ મુનિરાજને તેણે પૂછ્યું. પરમ દયાળુ મુનિ તો મૌન રહ્યા તેથી ક્રોધના આવેશમાં સાથે આવેલ સીપાઈઓને મુનિને બાંધવાનો હુકમ કર્યો. મુનિને બાંધીને ત્યાં રાખી તેઓ આગળ વધ્યા. ઘણે સ્થળે ભટક્યા, પણ હરણ નહિ મળવાથી પાછા આવતાં મુનિને કરેલ બંધન યાદ આવ્યું. અઢાર ઘડી પયંત મુનિને બંધનમાં રાખ્યા તેથી ખેદ થયે, મુનિને ધ્યાનમાં અંતરાય કર્યો તેથી બંધાયેલા કર્મને ક્ષય કરી શક્યા નહિ અને આકરા અંતરાય કમને બંધ થયેલે તે કાયમ રહ્યો. શક્તિસિંહ રાજા ત્યાંથી આયુષ્યને ક્ષય થતાં મૃત્યુ પામ્યા અને અનેક ભવેમાં ભમતાં કાંઈ સુકૃત ઉપાર્જન કર્યું.
For Private and Personal Use Only