________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૪) ચેસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ ઉપદેશ આપી અઘાતી કર્મોને પણ ખપાવી તે જ રેવતગિરિ ઉપર મુક્તિપદ પામ્યાં.
(સંબંધ કળશના અર્થમાં પૃષ્ઠ ૨૫ થી) કરણ, કરાવણ ને અનમેદનના સરખા ફળ ઉપજાવનાર
૨૫ મૃગ, બળદેવ ને રથકારની કથા કૃષ્ણ વાસુદેવ પંચત્વ પામ્યા પછી છ માસે તેને અગ્નિસંસકાર કરીને બળભદ્ર. દીક્ષા ગ્રહણ કરી. તેને દીક્ષા આપવા માટે ખાસ શ્રી નેમિનાથ પ્રભુ એક મુનિને મેકલ્યા હતા. દીક્ષા લીધા પછી વસ્તીમાં વહરવા આવતાં એક વાર તેમના અત્યંત સ્વરૂપને લઈને તેની સામું જોઈ રહેનારી એક પનિહારી સ્ત્રીને ઘડાને બદલે પિતાના પુત્રના ગળામાં ફસે નાખતી જોઈ, તેથી તેમણે વસ્તીમાં આવવું બંધ કર્યું અને અરણ્યમાં કાષ્ઠવાહક વિગેરે પાસેથી જે આહાર મળે તેવા આહારથી નિર્વાહ કરવા લાગ્યા. અરણ્યમાં એક મૃગ પૂર્વના સંબંધથી બળભદ્ર મુનિને રાગી થયે. તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે મુનિદાનને રાગી થયે. તે પોતે તે દાન આપી શકે નહીં પણ જ્યાં એવી જોગવાઈ હોય ત્યાં તે બળભદ્ર મુનિને કપડે તાણીને લઈ જવા લાગ્યું.
એક દિવસ કોઈ કાષ્ટવાહક તે અરણ્યમાં આવ્યો. તે એક વૃક્ષની ડાળી કાપતાં કાંઈક અધૂરી મૂકીને તે જ ડાળી નીચે જમવા. બેઠે. તે અવસર જોઈને પેલે મૃગ બલભદ્ર મુનિને ત્યાં લઈ
આ કથા શ્રી શત્રુંજય માહામ્ય ગ્રંથમાં આપવામાં આવેલ. હૈ વતાચલ મહામના અધિકારમાંથી સંક્ષિપ્ત રીતે લીધી છે.
For Private and Personal Use Only