________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૦)
ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ
અભિગ્રહનું રક્ષણ કર્યું. સૂક્ષ્મ જ્ઞાન વિના અંતરમાં રહેલા સૂક્ષમ ભાવને કોણ જાણે શકે?” આ પ્રમાણે શુકલધ્યાનમાં આરૂઢ થયેલા મુનિએ મેદકનું ચૂર્ણ કરવાના મિષથી સર્વ કમેને પણ ચૂરી નાંખી તત્કાળ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી દેવતાઓએ રચેલા સુવણું કમળ પર બેસી તે કેવળી મુનિએ પિતાના જ અંતરાય કર્મ સંબંધી દેશના આપીને કહ્યું કે “હે ભવ્ય પ્રાણીઓ! આ પ્રમાણે અંતરાય કર્મનું ફળ જાણું કેઈએ કેઈને પણ અંતરાય કરે નહીં.” પછી શ્રી જિનેશ્વર પાસે આવી પ્રભુને પ્રદક્ષિણ કરી “નમસ્તી” એમ બોલીને કેવળીની સભામાં બેઠા. અનુક્રમે મોક્ષપદને પામ્યા.
કર્મનું ફળ અહીં જ મળે છે તે સારું છે કેમકે તે કર્મને જીતવા માટે પ્રતિકાર કરનાર મળી શકે, તેથી જ ઢંઢણુ ઋષિ જિનેન્દ્રના ગુણોનું ધ્યાન કરીને સર્વ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાનને પામ્યા.
8 લાભાંતરાયના ઉદય ઉપરની પૂજા (સંબંધ પૃષ્ઠ ૧૯૭)
૨૦. શ્રી આદીશ્વર ભગવાનની કથા આ ચોવીશીમાં થયેલા આ પ્રથમ તીર્થકરે પાછલા ભવમાં જ્યારે તેઓ પાંચશે ખેડૂતોના ઉપરી હતા ત્યારે ખેતરના ખળામાં ફરતા બળદો ધાન્ય ખાઈ જતા હતા તે જોઈ તેને મેઢે શીકળી બાંધવા કહ્યું. તેઓ ને તે ન આવડવાથી તે બાંધી આપી. તે વખતે બળદેએ ૩૬૦ નિસાસા મૂક્યા તે ઉપરથી બાંધેલ લાભાંતરાય કર્મનો આદીશ્વર પ્રભુના ભવમાં દીક્ષા લીધી
ત્યારે ઉદય થયે, તેથી દીક્ષા લીધા પછી એક વર્ષ પર્યત - અ અહીં સામાન્ય એક વર્ષ કહ્યું છે. પરંતુ પ્રભુએ ફાગણ વદી ૮ સે દીક્ષા લીધી ત્યારથી વૈશાખ શુદિ ૨ સુધી આહાર ન મળ્યો. વૈશાખ શુદિ ત્રીજે ઇફ્ફરસથી પારણું કર્યું.
For Private and Personal Use Only